તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Amreli
 • Dhari
 • બગસરાના જુની હળિયાદમાં ખેડૂત મિત્રોનું સંમેલન યોજાયું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બગસરાના જુની હળિયાદમાં ખેડૂત મિત્રોનું સંમેલન યોજાયું

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મનોમંથન કરી કુદરત આધારીત ખેતી તરફ વળવા અનુરોધ

બગસરાતાલુકાના જુની હળીયાદ ગામે વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ દ્વારા ખેડૂતો ગાય આધારિત સજીવ ખેતી કરતા થાય તે માટે લોકજાગૃતિ ઉભી કરવાના હેતુથી એક ખેડૂત સંમેલનનુ આયોજન કરવામા આવ્યું હતુ.

વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ દ્વારા આયોજીત ખેડૂત સંમેલનમા નાબાર્ડના સહકારથી ધરતીરક્ષા એગ્રોની રચના કરવામા આવી છે જેથી ખેતી વિષયક નવી જાણકારી ખેડૂતોને મળે, પ્રોસેસીંગ, ગ્રેડીંગ, પેકીંગ અને માર્કેટીંગ માટે ઉપયોગી થવા માટે કાર્યરત બની રહી છે. આજે પૃથ્વીનું તાપમાન વધી રહ્યું છે. વધતા તાપમાન માટે રાસાયણિક ખાતર, જંતુનાશક દવા કે ખેતીમા યાંત્રિકરણ જવાબદાર છે ગ્લોબલ વોર્મિંગને કારણે ખેતીપાક ઉપર કેવી કેવી અસરો થશે અસરોમાથી કેવી રીતે બચી શકાય બાબતે ખેડૂતોને સચોટ અને નક્કર માર્ગદર્શન, ગુજરાત સજીવ ખેતીના પ્રણેતા કપીલભાઇ શાહ, જતન વડોદરાએ આપ્યું હતુ.

તેમણે ખેડૂતોને જણાવ્યું હતુ કે આપણી આબોહવા, વાતાવરણ અસ્તવ્યસ્ત થઇ ગયુ છે ત્યારે સૌ ખેડૂતોએ મનોમંથન કરી કુદરત આધારિત ખેતી તરફ જવુ પડશે. સંમેલનમા હસમુખભાઇ પટેલ, હિરજીભાઇ ભીંગરાડીયા, જે.પી.કોટડીયા, હકાભાઇ રામાણી વિગેરેએ પણ માર્ગદર્શન પુરૂ પાડયું હતુ. અહી દેવરાજભાઇ ભુવા, મહેન્દ્રભાઇ પાથર સહિત આગેવાનો અને ખેડૂતો ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો