તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધારીમાં રસ્તાઓનું કામ પુરૂં કરાવવા માંગ કરાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાઘાપરા વિસ્તાર વિકાસથી વંચિત

ધારીશહેરમા વાઘાપરા વિસ્તાર વર્ષોથી વિકાસથી વંચિત છે. વિસ્તાર ધારી ગામનો જુનામા જુનો વિસ્તાર છે. અત્યાર સુધી વિસ્તારની ઉપેક્ષા કરવામાં આવી છે ત્યારે શહેર વિકાસ સમિતીના પ્રયાસથી સીસીરોડ મંજુર કરવામા આવ્યો છે ત્યારે અહી માર્ગનુ કામ પુરૂ કરવામા આવે તેવી માંગણી કરવામા આવી છે. પરેશ પટણીના પ્રયાસોથી ધારાસભ્યની ગ્રાંટમાંથી કાનજીભાઇ મોરવાડીયાના ઘરથી સીસી રોડ મંજુર કરવામાં આવ્યો છે. અને અતિ મુશ્કેલી પડતી ત્યારે સ્નાનાગારની પણ મંજુર કરતા વાઘાપરા વિસ્તારના લોકોમાં રાહતની લાગણી અનુભવી છે અને બાકીના રસ્તાના કામો માટે વહેલાંમાં વહેલી તકે ઘટતું કરવામાં આવશે. ગ્રાંટ મંજુર થતા લાખાભાઇ, અરૂણભાઇ પાટડીયા, વિરાભાઇ અને ભાવેશભાઇ મોરવાડીયા દ્વારા આભારની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી. વાઘાપરા વિસ્તાર વર્ષોથી વિકાસથી વંચિત હોય અહીના લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો