તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચોરી અને દારૂનાં દુષણને ડામવામાં પોલીસ નિષ્ફળ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પીએસઆઇની બદલીની માંગ કરાઇ

બાબરાશહેરના ભાજપ પ્રમુખ અને અગ્રણી વેપારી લલીતભાઈ આંબલિયાએ બાબરા પોલીસ અને પી.એસ.આઈ રામાવતની કામગીરી અને નીતી રીતી સામે શંકા વ્યક્ત કરી તાત્કાલિક અસરથી પી.એસ.આઈ.ની બદલીની માંગ કરી છે. સત્તાધારી પક્ષ ભાજપના આગેવાન દ્વારા પોલીસ પર આકરા આક્ષેપો કરવામાં આવતા શહેરનું રાજકારણ ગરમાયું છે.આ બાબતે શહેર ભાજપ પ્રમુખ લલીતભાઈ આંબલિયાએ જણાવ્યું હતું કે, બાબરા પોલીસ લોકોના રક્ષણ કરવાના બદલે સ્વવિકાસમાં રચી પછી રહે છે. શહેરમાં ચોરીના બનાવો તેમજ દારૂના દુષણે માજા મૂકી છે. રાજ્ય સરકાર દારૂ વિરુદ્ધના કડક કાયદાનું પાલન કરવાની સૂચના આપે છે. પણ બાબરા પોલીસ સ્ટેશનમાં સરકારના કોઈ કાયદાનું કડક પાલન કરવામાં આવતું નથી. પી.એસ.આઇ રામાવતની મીઠી નજર હેઠળ બેરોકટોક, અસામાજિક પ્રવૃતિઓ ફૂલીફાલી છે. ત્યારે જિલ્લા પોલીસવડાએ ગંભીરતાપૂર્વક બાબતે કડક કાર્યવાહી કરવી જોઇએ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો