તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાબરામાં ત્રિવિધ કાર્યક્રમ યોજાયો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
છાત્રાલયનાં નવનિર્મિત બિલ્ડીંગનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું

બાબરામાં ગૌપાલક છાત્રાલય દ્વારા ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં છાત્રાલયના નવનિર્મિત બિલ્ડીંગનું ઉદ્દઘાટન પૂજ્ય સંત ઘનશ્યામપુરી બાપુના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. તકે ઉપસ્થિત આગેવાનોએ માલધારી સમાજે શિક્ષિત અને સંગઠિત થવાની જરૂર છે તેવું જણાવ્યું હતું. બાળ વિવાહ અને અંધશ્રદ્ધાને જાકારો આપવા જણાવ્યું હતું. 21 મી સદીમાં દાણા જોવાનો કે ભુવા બોલાવાનો સમય નથી. શિક્ષણ મેળવવાનો સમય છે.

કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર અને ગુજરાતભર માંથી માલધારી સમાજના અધિકારી અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ અમરેલી જિલ્લા માંથી દિલીપભાઈ સંઘાણી, વિરજીભાઈ ઠુંમર, ગોપાલભાઈ વસ્તરપરા, પ્રભાતભાઈ કોઠીવાળ, જીતુભાઈ ડેર, વાલજીભાઈ ખોખરીયા, પ્રેમજી નાકરાની સહિતના બાબરા તાલુકાના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમને સફળ બનાવવા ગૌપાલક એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ ખોડાભાઈ રાતડીયાના માર્ગદર્શન હેઠળ ગાંડુભાઈ, રાતડીયા સુસરાભાઈ, સવજીભાઈ બાભવા, લીંબાભાઈ સહિતના ટ્રસ્ટી મંડળના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.

બિલ્ડીંગનાં ઉદઘાટન પ્રસંગે ઉપસ્થિત મહેમાનો તસ્વીર-રાજુ બસીયા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો