તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Amreli
 • Dhari
 • પોલીસ દ્વારા ફરિયાદ લેવાતાં લાચાર મહિલાએ કલેકટર કચેરીમાં ઝેર પીધું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોલીસ દ્વારા ફરિયાદ લેવાતાં લાચાર મહિલાએ કલેકટર કચેરીમાં ઝેર પીધું

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દોઢમાસ પૂર્વે પુત્રીને અન્ય યુવક ભગાડી ગયો હોવા બાબતની

મહિલાએ પોલીસમાં ફરિયાદ લખાવી પણ પોલીસે માત્ર અરજી સ્વરૂપે લીધી

રાજુલાતાલુકાના કુંભારીયા ગામની મહિલાની પુત્રીને બાલાપુર ગામનો યુવાન દોઢેક માસ પહેલા ભગાડી ગયો હોય અને અંગે પોલીસમાં ત્રણેક વખત અરજી આપવા છતાં કાર્યવાહી થતા મહિલા આજે પતિ અને પુત્ર સાથે કલેક્ટરને રજુઆત કરવા અમરેલી આવી હતી. તે સમયે કલેક્ટર કચેરીના પ્રાંગણમાં કપાસમાં છાંટવાની ઝેરી દવા પી લેતા તંત્ર દોડતુ થઇ ગયુ હતું. મહિલાએ પોલીસને જણાવ્યુ હતું કે પુત્રી ભાગી ગઇ હોય લાગી આવવાથી તેણે પગલુ ભર્યુ હતું.

હાલની સરકારમાં માહોલ કંઇક એવો છે કે જાણે અધિકારીરાજ ચાલી રહ્યુ છે. ખુદ સતાધારી પક્ષના આગેવાનો અને કાર્યકરોનું કોઇ સાંભળતુ નથી ત્યાં આમ જનતાનું કોણ સાંભળે ? આખરે જનતા નાસીપાસ થઇ કરવાનું કરી બેસે છે. અમરેલીમાં આજે કંઇક આવુ બન્યુ હતું.

રાજુલા તાલુકાના કુંભારીયા ગામની હંસાબેન નરશીભાઇ ચૌહાણ (ઉ.વ. 40) નામની મહિલાએ અહિંની કલેક્ટર કચેરીના પ્રાંગણમાં કપાસમાં છાંટવાની ઝેરી દવા પી લીધી હતી. જેના પગલે મહિલાને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવેલ છે.

પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર હંસાબેન ચૌહાણની પુત્રી મંજુ (ઉ.વ. 20)ને દોઢેક માસ પહેલા રાજુલા તાલુકાના બાલાપુર ગામનો લાલજી અરજણ નાવર નામનો યુવાન લલચાવીને ભગાડી ગયો હતો.

પોતાની પુત્રીને ભગાડી જવા અંગે મહિલાએ યુવક સામે ત્રણ વખત ડુંગર પોલીસ મથકમાં લેખીત ફરીયાદ આપી હતી. જો કે પોલીસે તે અરજી સ્વરૂપે સ્વીકારી હતી. જેથી મહિલા પતિ અને પુત્ર સાથે રજુઆત કરવા માટે અમરેલી કલેક્ટર કચેરીએ આવી હતી અને કલેક્ટર કચેરીના પ્રાંગણમાં પ્રકરણથી તેને લાગી આવ્યુ હોય ઝેરી દવા પી લીધી હતી.

મહિલાને હાલમાં સારવાર માટે દવાખાને ખસેડાઇ છે. પોલીસ ચોપડે તો લાગી આવવાથી ઝેરી દવા પીધાનું નોંધાયુ છે. પરંતુ ત્રણ-ત્રણ વખત અરજીઓ આપવા છતાં કોઇ કાર્યવાહી કેમ થઇ તેનો જવાબ કમસેકમ તંત્રએ આપવો જોઇએ.

લોકોના ટોળેટોળા થયા એકઠા

કલેક્ટરકચેરીના પ્રાંગણમાં ન્યાય ઝંખતી એક મહિલાએ ઝેર પી લીધાની જાણ થતા અહિં લોકોના ટોળેટોળા એકઠા થઇ ગયા હતાં. 108 એમ્બ્યુલન્સને જાણ કરાતા તેની ટીમે અહિં દોડી આવી મહિલાને દવાખાને ખસેડી હતી.

હંસાબેન ચૌહાણ અહિં કલેક્ટરને રજુઆત કરવા માટે પતિ નરશી કાળાભાઇ ચૌહાણ અને પુત્ર રણછોડ સાથે આવ્યા હતાં. તેઓ કપાસમાં છાંટવાની ઝેરી દવા પણ સાથે લાવ્યા હતાં અને પ્રાંગણમાં તેમાંથી બે ઘુંટ ઝેર પીધુ હતું. તસ્વીર: જયેશ લીંબાણી

પતિ અને પુત્રની હાજરીમાં પીધંુ ઝેર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો