તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધારી SBI બેંકમાં અપૂરતી સગવડના કારણે લોકો પરેશાન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આડેધડ વાહન પાર્કિંગની સમસ્યાથી પણ લોકો ત્રસ્ત

ધારીગામમાં એસ.બી.આઇ. બેંક હાલ ગામની અંદર ગીચ વિસ્તારમાં આવેલી છે. જેનાથી ટ્રાફીકની સમસ્યા રહે છે. બેંકની અંદર પણ લોકોને પુરતી સુવિધા મળતી નથી. બેઠક વ્યવસ્થા પણ નથી. બેંકમાં તમામ સરકારી કચેરીઓ, પેન્શન સમાજ અને મોટા ભાગના વેપારીઓના કામકાજ હોવાથી બેંકમાં કાયમી માટે ધસારો રહે છે હને ભીડ રહે છે. બેંકની બહાર પાર્કીંગની વ્યવસ્થા હોવાથી નાના વાહનો પાર્કીંગ કરવામાં પણ મુશ્કેલી પડે છે.

બેંકમા આવેલા ગ્રાહકોને બેંકની અંદર ઉભુ રહેવાની પણ જગ્યા નથી. ગ્રાહકોને પોતાનો કિંમતી સમય બેંકમાં ચાલ્યો જાય છે. ત્યારે માર્કેટીંગ યાર્ડ ધારીમાં આવેલા જુના ગોડાઉન પાડીને ત્યાં હાલમાં ઉપરના ભાગે મધ્યસ્થ સહકારી બેંક બની શકે તેમ છે. ત્યાં નીચે એસ.બી.આઇ. બેંક અને ઉપરના ભાગે મધ્યસ્થ સહકારી બેંક બની શકે તેમ છે. જેનાથી બંને બેંકો સુવિધા યુક્ત પુરતી પાર્કીંગ વ્યવસ્થા, પુરતી બેઠક વ્યવસ્થા, અને લોકોને પુરતી સગવડતા પુરી પાડી શકાશે. ત્યારે ચેબ્મર ઓફ કોમર્સના પ્રમુખ અને યાર્ડના ડીરેક્ટર પરેશ પટણી, કીરીટ સુરાણી, રાજુભાઇ હુદાણી, અને યાર્ડના વાઇસ ચેરમેન મનુભાઇ ધાધલ દ્વારા ટુંક સમયમાં કામ યોગ્ય કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

    વધુ વાંચો