તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Amreli
 • Dhari
 • દલિત યુવકો પર થયેલ અમાનુષી અત્યાચાર મુદ્દે આજે ધારી બંધનંુ એલાન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દલિત યુવકો પર થયેલ અમાનુષી અત્યાચાર મુદ્દે આજે ધારી બંધનંુ એલાન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દલિત યુવકો પર થયેલ અમાનુષી અત્યાચાર મુદ્દે આજે ધારી બંધનંુ એલાન

ઉના તાબાના સમઢીયાળા ગામે દલિત યુવકો પર ગુજારવામા આવેલ અમાનુષી અત્યાચાર મુદ્દે સમગ્ર રાજયમા આજરોજ દલિત સમાજ દ્વારા શહેર બંધનુ એલાન અપાયુ હતુ અને વિરોધ પ્રદર્શન કરાયુ હતુ. ત્યારે ધારી શહેરમા આજરોજ દલિત સમાજ સહિત સર્વ જ્ઞાતિના આગેવાનોની એક શાંતી સમિતીની બેઠક મળી હતી. જેમા આવતીકાલે ધારી બંધનુ એલાન અપાયુ હતુ. રાષ્ટ્રીય દલિત મહાસંઘના વડપણ હેઠળ આવતીકાલે તા. 21ના રોજ ધારી ગામ બંધનુ એલાન અપાયુ છે. ઉના તાબાના સમઢીયાળા ગામે દલિત યુવકો પર અત્યાચારની ઘટનાના સમગ્ર રાજયમા ઘેરા પડઘા પડયા છે. ઘટનાને દલિત સમાજે વખોડી કાઢી છે અને આવતીકાલે ધિક્કાર રેલીનું આયોજન કરાયુ છે. ધારીમા આજરોજ શહેર અને તાલુકાભરના વિવિધ સમાજના જ્ઞાતિજનોની શાંતિ સમિતીની એક બેઠક અહીના સર્કિટ હાઉસ ખાતે મળી હતી. બેઠકમાં રાષ્ટ્રીય દલિત મહાસંઘના મહામંત્રી શાંતિલાલ પરમાર, જે.ડી.રાઠોડ, જીતુભાઇ વાણીયા, પીએસઆઇ એ.પી.પટેલ, પુર્વ ધારાસભ્ય મનસુખભાઇ ભુવા, સરપંચ જીતુભાઇ જોષી, અતુલભાઇ કાનાણી, હિતેષભાઇ જોષી, ભુપતભાઇ વાળા, મુકેશભાઇ રૂપારેલીયા, બજરંગ ગૃપના પરેશભાઇ પટ્ટણી, બાવચંદભાઇ, રમેશ મકવાણા, લાલજીભાઇ દાફડા, મનુભાઇ, રમેશભાઇ ચૌહાણ, ગોવિંદભાઇ, રહિમભાઇ સહિત ઉપસ્થિત રહ્યાં હતા. બેઠકમાં તમામ જ્ઞાતિજનોને તેમજ વેપારીઓને બંધના એલાનને સંપુર્ણ સહયોગ આપવા અનુરોધ કરાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ધારીમાં બે દિવસથી દલિત સમાજ દ્વારા મામલતદાર કચેરી સામે પ્રતિક ઉપવાસ આંદોલન પણ ચાલી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો