તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તુલશીશ્યામ રેંજમાં સિંહને સારવાર અપાઇ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગીરજંગલ તેમજ રેવન્યુ વિસ્તારોમા અનેક સાવજો વસવાટ કરી રહ્યાં છે. અનેક વખત સાવજો ઇનફાઇટમા ઇજાગ્રસ્ત થતા હોય છે ઉપરાંત અનેક વખત બિમાર પડતા હોવાથી સાવજોને સમયસર સારવાર મળી રહે તો તેમને જીવનદાન મળી શકે છે. ત્યારે તુલશીશ્યામ રેંજના રાયડી પાટી વિસ્તારમા એક સાવજ બિમાર હોય વનવિભાગે રેસ્કયુ કરી તેને સારવાર આપી હતી.

સુત્રોમાથી જાણવા મળતી વિગત અનુસાર તુલશીશ્યામ રેંજના રબારીકા રાઉન્ડના રાયડી પાટી બીટની બિન અનામત વિડીમા એક સાવજ ઉભો થઇ શકતો હોય અને ચાલતા ચાલતા પડી જતો હોવાની વનવિભાગને જાણ થઇ હતી. જેને પગલે ડીએફઓ કરૂપ્પાસામીની સુચનાથી એસીએફ પ્રિયંકા ગેહલોતના માર્ગદર્શન તળે રેસ્કયુ ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી.

રેસ્કયુ ટીમના ડો. હિતેષ વામજા, વનરાજભાઇ ધાધલ, બી.બી.વાળા, જયેશભાઇ સહિતે સિંહને બેભાન કરી સ્થળ પર સારવાર આપી હતી. અને બાદમા મુકત કરી દીધો હતો. સિંહ ત્રણ વર્ષની ઉંમરનો અને બિમાર હોય સારવાર આપવામા આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો