તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Dhari
  • વિશ્વમાં ખાતર ઉત્પાદન અને વિતરણ ક્ષેત્રે ખેડૂતોની સૌથી મોટી

વિશ્વમાં ખાતર ઉત્પાદન અને વિતરણ ક્ષેત્રે ખેડૂતોની સૌથી મોટી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વિશ્વમાં ખાતર ઉત્પાદન અને વિતરણ ક્ષેત્રે ખેડૂતોની સૌથી મોટી સહકારી સંસ્થા ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઈઝર કો-ઓપરેટિવ લી. નવી દિલ્હી દ્વારા ઇફકો નવી દિલ્હીના ડાયરેકટર અને ગુજકોમાસોલના ચેરમેન દિલીપભાઈ સંઘાણીના અધ્યક્ષ સ્થાને ધારી મુકામે વિવિધ કાર્યકારી સહકારી મંડળીના હોલમાં રાખવામાં આવ્યો હતો. જેમાં કાર્યક્રમના ઉદ્દઘાટક યોગેન્દ્રકુમાર માર્કેટિંગ ડાયરેકટર ઇફકો-ન્યુ દિલ્હી દ્વારા ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું.

ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઈઝર કો-ઓપરેટિવ લી. ખાતર ઉત્પાદન ભારતભરના ખેડૂતોના ફાયદા માટે ઘણી બધી પ્રવૃતિઓ કરે છે. પર્યાવરણની જાળવણી માટે વૃક્ષારોપણ અને વૃક્ષના રોપા વિતરણ તેમજ અકસ્માતમાં મૃત્યુ પામેલા ખેડૂત ખાતેદારોને ખાતર વપરાશના એક થેલી ઉપર રૂ.4000નો વીમા કવચ પૂરું પાડે છે. તેમજ જંતુનાશક દવાઓ અને જૈવિક ખાતરો વ્યાજબી કિંમતે ખેડૂતોને પુરા પાડે છે. કાર્યક્રમની શરૂઆતમાં અધ્યક્ષ દિલીપભાઈ સંઘાણી સાંસદ નારણભાઇ કાછડિયા ઇફકોના માર્કેટિંગ ડિરેકટર યોગેન્દ્રકુમાર, સ્ટેટ માર્કેટિંગ મેનેજર એન.એચ.પટેલ અને મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.આ તકે મુખ્ય મહેમાન તરીકે હાજર નારણભાઇ કાછડિયા અમરેલી દ્વારા ગુજરાત તેમજ ભારતભરના ખેડૂતો માટે સરકારના યોગદાન વિશે વિશેષ માહિતી આપી હતી. અધ્યક્ષ સ્થાનેથી દિલીપભાઈ સંઘાણીએ સરકારી પ્રવૃત્તિ અને સરકારી પ્રવૃત્તિથી ખેડૂતોને થતા ફાયદા અને સરકારના યોગદાન વિશે વિસ્તૃત છણાવટ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...