સિંહ ડરના માર્યા જ કરે છે માનવ પર હુમલો

સિંહ ડરના માર્યા જ કરે છે માનવ પર હુમલો

DivyaBhaskar News Network

Aug 10, 2018, 02:30 AM IST
સિંહને ખુંખાર પ્રાણી ગણવામાં આવે છે. પરંતુ સિંહોએ કરેલા હુમલાઓમાં જેટલા માનવમૃત્યુ નીપજ્યા છે. તેના કરતાં મનુષ્યએ વધારે સિંહોની હત્યાઓ કરી હોવાનું વન વિભાગનાં તારણમાં બહાર આવ્યું છે.

ે લોકોની માનસીકતાં પ્રમાણે સિંહને ખુંખાર પ્રાણી ગણવામાં આવે છે. પરંતુ ખુંખારની સાથો-સાથ સિંહ એક ખાનદાન પ્રાણી છે. કારણકે સિંહ કયારેય માનવ પર હુમલો કરતો નથી. પરંતુ જ્યારે સિંહને પોતાનાં જીવનું જોખમ લાગે અથવા તેને ડર લાગે કે મનુષ્ય પોતાનાં પર હુમલો કરશે તેવા સંજોગોમાં સિંહ માનવ પર હુમલો કરતો હોય છે.

આ અંગે વન વિભાગનાં સુત્રોના જણાવ્યા પ્રમાણે સિંહોઅે આજદિન સુધી કરેલા માનવ મૃત્યુ કરતા અનેક ગણા સિંહોને મનુષ્યએ ઇલેકટ્રીક શોર્ટ વડે, શિકાર કરી તથા અન્ય કોઇપણ રીતે સિંહોની ક્રુર હત્યાઓ નિપજાવી હોવાનું એક તારણમાં સામે આવ્યું છે. જેમાં તાજેતરનાં વર્ષોની વાત કરીએ તો વિસાવદરનાં લાલપુર નજીક ધારી રોડ પર સિંહને મારીને ફેકી દેવામાં આવ્યો, ત્યાર બાદ આજ વિસ્તારમાં આવેલ લામઘાર વીડીમાં ઇલેકટ્રીક શોર્ટ દઇ સિંહનો મૃતદેહ ફેકી દેવામાં આવ્યો, ગીરગઢડા તાલુકાનાં બેડીયા ગામમાં સિંહણને ઇલેકટ્રીક શોર્ટથી હત્યા નિપજાવી મૃતદેહને ફેકી દેવામાં આવ્યો, વિસાવદરનાં મોટી મોણપરીમાં સિંહની હત્યા કરી તેનો મૃતદેહ નદીનાં પાઇપમાં સંઘરી દેવામાં આવ્યો, તાજેતરમાં જશાધાર જંગલ વિસ્તારની બોર્ડર પર સિંહ બચ્ચાની હત્યા કરવામાં આવી. આ ઉપરોકત સાવરકુંડલા નજીક સિંહનો મૃતદેહ કુવામાં ફેકવામાં આવ્યો આવા અનેક કિસ્સાઓમાં મનુષ્યએ સિંહોની હત્યા કર્યાનું ખુલ્યું છે.

પરંતુ સિંહોએ કરેલા હુમલામાં છેલ્લા બે-ચાર વર્ષમાં 4 થી 5 વ્યક્તિઓનાં મૃત્યુ નિપજ્યા છે. જેમાં તાલાલા પંથકમાં આંબાના બગીચામાં મહિલા પર સિંહે હુમલો કરતાં મોત નિપજ્યું, આ ઉપરોક્ત એકાદ બે બનાવને બાદ કરતાં સિંહોએ કયાય માનવ મૃત્યુ નિપજ્યા હોવાનું દેખાતુ નથી. પરંતુ માનવોએ ભુલમા કે જાણી જોઇને અનેક સિંહોની હત્યાઓ કરી છે. પરંતુ સિંહો દ્વારા માનવોની જેમ આડેધડ હુમલાઓ કરવામાં નથી આવતાં અને મનુષ્યઓ જેટલા સિંહોને રંજાડે છે તેટલા સિંહો પ્રાણી હોવા છતાં પણ મનુષ્યોને રંજાડતા ન હોવાથી તેને ખાનદાન પ્રાણી કહેવામાં આવે છે.

X
સિંહ ડરના માર્યા જ કરે છે માનવ પર હુમલો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી