સરસીયામાં તાલુકાકક્ષાનાં 69માં વન મહોત્સવની ઉજવણી કરાઇ

બાળકોએ જુદા જુદા સાંસ્કૃતીક કાર્યક્રમો રજુ કર્યા

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:30 AM
સરસીયામાં તાલુકાકક્ષાનાં 69માં વન મહોત્સવની ઉજવણી કરાઇ
ધારી તાલુકા કક્ષાના 69માં વન મહોત્સવની ઉજવણી સરસીયા હાઈસ્કૂલમાં કરવામાં આવી હતી. આ કાર્યક્રમમા બાળકોએ વન સંરક્ષણને લગતા જુદાજુદા કાર્યક્રમો રજુ કર્યા હતા.

ધારી તાલુકાના વન મહોત્સવની ઉજવણી આર.બી.એમ હાઈસ્કૂલ સરસીયા ખાતે ઢોલ-નગારાના નાદ સાથે 69માં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને ધારાસભ્ય જે.વી.કાકડીયા રહ્યાં હતા. તેમજ વિવિધ ખાતાના અધિકારીઓ પણ આ વન મહોત્સવમાં ઉપસ્થિત રહ્યાં હતા. આ દરમિયાન તાલુકાની જુદી-જુદી શાળાઓના બાળકોએ પર્યાવરણને લગતા સાંસ્કૃતીક કાર્યક્રમો રજુ કર્યા હતા.આ પ્રસંગે ઉપસ્થિત અધિકારીઓએ બાળકોને પ્રોત્સાહન માટે ઈનામો પણ આપ્યા હતા. આ તકે પ્રાસંગીક પ્રવચનમાં શાળાના આચાર્ય મયુરભાઈ દવેએ પધારેલા મહેમાનોનું સ્વાગત કર્યું હતું. ત્યારે અશુમન રાઠોડ, કારોબારી ચેરમેન ચંપુભાઈ વાળા, અતુલભાઈ કાનાણી, રેન્જ ફોરેસ્ટર ઓફિસર સહિતનાં હાજર રહ્યા હતા.

X
સરસીયામાં તાલુકાકક્ષાનાં 69માં વન મહોત્સવની ઉજવણી કરાઇ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App