તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Dhari
  • Dhari કેશોદ પાલિકાનાં પૂર્વ ઉપપ્રમુખને સભ્યપદેથી હટાવવા માંગ કરાઈ

કેશોદ પાલિકાનાં પૂર્વ ઉપપ્રમુખને સભ્યપદેથી હટાવવા માંગ કરાઈ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેશોદ નગરપાલિકાના સદસ્ય અને પૂર્વ ઉપપ્રમુખ વીરાભાઈ સિંધલને સભ્યપદેથી દુર કરવા જૂનાગઢ જિલ્લા કલેકટર સમક્ષ આધાર પુરાવા સાથે ફરિયાદ કરવામાં આવતા સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.

કેશોદ શહેરમાં ધોળાં દિવસે બાવાજી યુવાનની હત્યાના ગુનામાં ધરપકડ થયાં બાદ જૂનાગઢ જેલહવાલે થયેલા સુધરાઈ સદસ્યને ગેરલાયક ઠરાવવા કોગ્રેસના સદસ્ય ભીમાભાઈ સિંધલ દ્વારા લેખિતમાં ફરિયાદ કરી છે.

ગુજરાત નગરપાલિકા અધિનિયમ હેઠળ સદસ્યની ગંભીર ગુનામાં ધરપકડ થતાં નગરપાલિકા દ્વારા ઉપલી કચેરીમાં ખાનગી રિપોર્ટ કરી જાણ કરવામાં ન આવી, સતાધારી પુર્વ પ્રમુખ ભાજપના સદસ્ય હોય રાજકીય દબાણ હેઠળ ઢાકપીછોડો કરવામાં આવે છે જેવા અનેક મુદ્દાઓ ટાંકી લેખિત ફરીયાદ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...