• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Dhari
  • અધિકારીઓ ચૂંટણી ફરજમાં રોકાયેલા હોય કામનાં કોન્ટ્રાક્ટરને છુટ્ટોદોર

અધિકારીઓ ચૂંટણી ફરજમાં રોકાયેલા હોય કામનાં કોન્ટ્રાક્ટરને છુટ્ટોદોર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લીલીયાશહેરમાં રૂા.1.65 કરોડના ખર્ચે રોડ રસ્તાની કામગીરી ચાલી રહી છે. જેમાં બેફામ ભ્રષ્ટાચાર થઇ રહ્યો છે. જવાબદાર અધિકારીઓ ચુંટણી ફરજમાં રોકાયેલા હોય બાનાધારી કામપર દેખાતા નથી. લીલીયા શહેરમાં ભુગર્ભ ગટરની કામગીરી થયેલ તે દરમીયાન શહેરના મોટાભાગના રોડ રસ્તાઓ આડેધડ રીતે ખોદી નાંખવામાં આવ્યા હતા. જેને કારણે અનેક આંદોલનો અને રજૂઆત બાદ શહેરમાં રૂા.1.65 કરોડના ખર્ચે 26 જેટલા જુદા જુદા રસ્તાઓના કામો મજુર થઇ આવતા રોડ રસ્તા બનાવવાની કામગીરી શરૂ કરાતાની સાથે કોન્ટ્રાક્ટર દ્વારા સરકારના તમામ નિયમોનો ભંગ કરી અતિ નબળા રોડ-રસ્તાની કામગીરી થઇ રહી હોવાની ફરીયાદ ઉઠવા પામી છે.રોડ રસ્તાની કામગીરી દરમિયાન એક પણ જવાબદાર અધિકારીઓ સ્થળ પર જોવા નથી મળતા સ્થાનીક લોકોમાંથી પ્રશ્નો ઉભા થતા જવાબદાર અધિકારીઓ ચુંટણી કામગીરીમાં રોકાયા હોવાના કારણે કોન્ટ્રાક્ટર રાત દિવસ રોડ રસ્તાનું કામ ચાલુ રાખી વ્યાપક પ્રમાણમાં ગેરરીતી આચરી સરકારના નાણાનો ખુલ્લેઆમ દુર ઉપયોગ કરી રહ્યા હોવાની ફરીયાદ સાથે ચુંટણી દરમિયાન રોડ રસ્તાની નબળી થતી કામગીરી અટકાવવા પણ ગ્રામજનો દ્વારા રજૂઆત કરવામાં આવી છે.

લીલીયામાં લોલમલોલ ચાલતી માર્ગની કામગીરી તસ્વીર-મનોજ જોષી

અન્ય સમાચારો પણ છે...