ધારી તાલુકાના કાથરોટા ગામે પુલનું લોકાર્પણ કરાયું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલીજિલ્લાના ધારી તાલુકાના કાથરોટા ગામે તાજેતરમાં પુલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગામની નાની બાળાઓના હસ્તે કરાવવામાં આવ્યું હતું.

ધારી તાલુકાના ધારાસભ્ય નલિનભાઇ કોટડીયાએ વધુમાં વધુ વિકાસ કામો, લોકપયોગી પ્રશ્નો કે લાંબા સમયના પડતર પ્રશ્નોનો કાયમી ઉકેલ લાવવા માટે સતત મથી રહ્યા છે. ધારી તાલુકાના કાથરોટા ગામે વર્ષોથી પીડાદાયક ગામ નજીક પસાર થતી નદી પર કોઝ વેના કારણે પુરના પાણીથી રસ્તો ચોમાસામાં બંધ થતો, વળી જ્યારે નદી શરૂ હોય ત્યારે પણ અવર જવર જતી હતી. જેથી લોકોને ભારે મુશ્કેલી પડી રહી હતી. તેથી અહીં પુલનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. તાજેતરમાં પુલનું કામ પૂર્ણ થતા ગામ લોકોને નિર્ણય કર્યો કે ધારાસભ્ય પુલનું ઉદ્દઘાટન કરશે. ત્યારે ધારાસભ્ય હાજર રહ્યા હતા પણ પુલનું ઉદ્દઘાટન કુંવારીકા દ્વારા કરાવવામાં આવ્યું હતુ. સમસ્ત ગામલોકોને કામ બદલ ધારાસભ્યનો આભાર માન્યો હતો. પ્રસંગે ગામના સરપંચ પરશોતમભાઇ હીરપરા સહિત હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...