ધારીના રામપુરમાં 23મીએ ઓરી રૂબેલા રસીકરણ, વાલી મિટીંગ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચલાલા |જીરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ધારી તાલુકાના રામપુર પ્રાથમિક શાળા, આંગણવાડી, ગ્રામ પંચાયત, તથા રામપુર સેવા સહકારી મંડળીના સંયુક્ત ઉપક્રમે રામપુર પ્રાથમિક શાળામાં ઓરી રૂબેલા રસીકરણની આવતી તા.23ના રોજ રાખવામાં આવી છે.સમગ્ર અમરેલી જિલ્લામાં તથા ગુજરાત રાજ્યમાં 9 માસથી 15 વર્ષ સુધીના બાળકોને ઓરી રૂબેલાની રસી આપ રક્ષિત કરવામાં આવનાર છે. જે અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો દ્વારા જિલ્લામાં દરેક આચાર્યો, આંગણવાડી કાર્યકરો અને આશા વર્કરોને તાલીમ આપવામાં આવી છે. ધારી તાલુકાના રામપુર ગામે આગામી તા.23ના રોજ ઓરી રૂબેલા રસીકરણ યોજાશે. જે અંતર્ગત આજરોજ રામપુર પ્રાથમિક શાળામાં વાલી મીટીંગ તથા ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ તકે સરપંચ પ્રતાપભાઇ ધાધલ, તથા ગામના વડીલ મગનભાઇ કોઠીયા, કાળુભાઇ સેદાણી, ્ય વિપુલભાઇ એચ. જોષી, આંગણવાડી વર્કર આરતીબેન જે. મહેતા, કૈલાસબેન દુધરેજીયા, તથા શાળાનો સ્ટાફગણ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...