• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Dhari
  • અમરેલી જીલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ અને ધારી શાખા સાથે

અમરેલી જીલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ અને ધારી શાખા સાથે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલી જીલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ અને ધારી શાખા સાથે સંયોજિત મોરજર સેવા સહકારી મંડળી લિમિટેડના સભાસદ ભોળાભાઈ શંભુભાઈ ભેસાણીયાનું અકસ્માતે અવસાન થયું હતું. જેને વીમા ક્લેઈમની રકમ રૂપિયા 2 લાખ મંજૂર થતાં ચેક વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જે વીમા ક્લેઇમના રકમના ચેકનું વિતરણ અમરેલી જીલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડના જનરલ મેનેજર બી.એસ. કોઠીયાના વરદ હસ્તે તેમના વારસદાર ભદ્રેશભાઈ ભોળાભાઈ ભેસાણિયાને કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમના પ્રારંભમાં શાખાના બ્રાન્ચ એકાઉન્ટન્ટ ડી.વી કાકડિયાએ બેંકની વિવિધ ડિપોઝિટ યોજનાની માહિતી આપી હતી. શાખાના બ્રાન્ચ ઇન્સ્પેક્ટર ટી.વી. રાણપરીયાએ શાખાની પ્રગતિ અને ધિરાણની વિવિધ યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...