તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Dhari
  • સાવરકુંડલાની સનરાઈઝ સ્કુલમાં ખાતે પ્રવેશોત્સવ ઉજવણી કરવામાં આવી

સાવરકુંડલાની સનરાઈઝ સ્કુલમાં ખાતે પ્રવેશોત્સવ ઉજવણી કરવામાં આવી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાવરકુંડલા|સાવરકુંડલામાં શિવાજી નગર સ્થિત સૂર્યોદય કેળવણી અને સાંસ્કૃતિક મંડળ સંચાલિત સનરાઈઝ સ્કૂલના સાંસદ નારણભાઇ કાછડીયા અધ્યક્ષસ્થાને શિવાજી નગર નગરપાલિકા પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ ઉજવવામાં આવ્યો હતો. જેમાં બાળકોને શૈક્ષણિક અર્પણ કરી સન્માનવામાં આવ્યા હતા. રાજ્ય સરકારની શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત સમગ્ર અમરેલી જિલ્લામાં દરેક પ્રાથમિક શાળાઓમાં બાળકોને શાળા પ્રવેશ કરાવવામાં આવે છે. સાવરકુંડલામાં શિવાજી નગર સ્થિત સનરાઈઝ સ્કુલમાં અમરેલી જિલ્લા સાંસદ નારણભાઇ કાછડીયાના અધ્યક્ષ સ્થાને બાળકોને શાળા પ્રવેશોત્સવ કરવામાં આવ્યો હતો.

ધારી ખાતે ટીબી ઝુંબેશ માટે મેડીકલ એજ્યુકેશન વર્કશોપનું આયોજન
અમરેલી |જિલ્લા ક્ષય અધિકારી અમરેલી ડો. આર. કે. જાટની સુચના અને માર્ગદર્શન અનુસાર તાલુકા હેલ્થ ઓફીસર ડો. એમ.એચ. લીંબાણી તથા ટીબી યુનિટ ધારીના સુપરવાઇઝર કૌશિકભાઇ દાફડા, તથા દુષ્યંતભાઇ નિમાવત ફાર્માસિસ્ટનાં સંયુક્ત આયોજન મુજબ ધારી ખાતે તાલુકાના તમામ પ્રાઇવેટ ડોક્ટર્સ તથા કેમીસ્ટ મેડીકલ એજ્યુકેશન વર્કશોપ યોજાયો હતો. વડાપ્રધાને કરેલી જાહેરાત મુજબ ટીબી રોગને 2025 સુધીમાં નાબુદ કરવાનું નક્કી થયેલું છે. તે મુજબ ગુજરાતના દરેક જિલ્લાઓમાંથી અમુક તાલુકાઓ પસંદ કરવામાં આવ્યા છે. જેમાં અમરેલી જિલ્લામાંથી બે તાલુકા ધારી, અને બાબરા પસંદ થયેલા છે. જેમાં ટીબી રોગ અંગે સઘન ઝુંબેશના રૂપમાં પ્રાઇવેટ અને સરકારી દવાખાનાના ડોક્ટર્સ એક સાથે સંકલનથી કામ કરે જેથી એક જ દિશામાં કામ થાય અને તો જ ટીબી નાબુદ થાય આવા શુભ હેતુથી આ વર્કશોપ યોજવામાં આવ્યો હતો.

ધર્મ - સમાજ - સંસ્થાઓ
બાબરા લીલીયા રૂટની એસટી બસના કંડકટરની પ્રમાણિકતાને બિરદાવી
લીલીયા |બાબરા લીલીયા રૂટની એસટી બસમા એક મુસાફરનુ એટીએમ કાર્ડ પડી ગયુ હોય બસના કંડકટરને મળતા તેણે ખરાઇ કરી મુસાફરને પરત કરી પ્રમાણિકતાનુ ઉમદા ઉદાહરણ પુરૂ પાડયુ હતુ. બાબરા લીલીયા રૂટની બસમા કંડકટર તરીકે ફરજ બજાવતા જગદીશભાઇ ભાયાભાઇ વામજાને બસમા એક એટીએમ પાસવર્ડ સહીત મળી આવ્યું હતુ. ત્યારે કંડકટર જગદીશભાઇએ ખરાઇ કરતા આ કાર્ડ લીલીયા રહેતા ભાવિક સંજયભાઇ જીકાદ્રાનુ હોય તેણે પરત પહોંચાડી પ્રમાણિકતાનુ ઉમદા ઉદાહરણ પુરૂ પાડયુ હતુ.

અમરેલીમાં સાંઈ સચરિત્ર કથા યોજાઈ
અમરેલી |અમરેલીના આંગણે હીનાબેન કૌશિકભાઇ જોશી પરિવાર દ્વારા આયોજિત સાંઈ કથાનું ત્રણ દિવસ માટે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિશાળ સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. કથામાં ચલાલા સાઈ મંદિરના પૂજારી રાજુભાઈ જાનીએ સંગીતમય શૈલીમાં કથા કરી હતી. સાંઈ કથામાં પ્રથમ સાઈ પ્રાગટ્ય ઉત્સવ ઉજવાતા બહેનો અને ભાઈઓએ સાંઈ ચરણોમાં રાસ ગરબાની રમઝટ બોલાવી હતી. કથાની પુર્ણાહુતીમાં આવનાર તમામ ભક્તો માટે સાંઈબાબાની તથા વિગેરે આપવામાં આવ્યા હતા. સાંઈ કથા આયોજન કરવાનો મુખ્ય હેતુ સાંઈ ભોજનાલયમાં સાધુ-સંતો, યાત્રાળુઓને પ્રસાદ મળે તેમજ આર્થિક રીતે ગરીબ પરિવારના તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે એ માટે નોટબુક વિતરણ, વિધવા બહેનોને સહયોગ તેમજ દરેક જ્ઞાતિનાં જરૂરીયાત મંદ પરિવારની દીકરીઓના લગ્ન કરાવીને જીવન ઉપયોગી વસ્તુઓ અપાઇ હતી.

આપાગીગા ગાદી મંદિરમાં જૂનાગઢ એએસઆઇએ51 હજારનું દાન કર્યું
બગસરા |બગસરા સ્થિત પૂ. આપાગીગાના ગાદી મંદિરના સાનિધ્યમાં જુનાગઢ નિવાસી પોલીસ તાલીમ ભુવનના એ.એસ.આઇ. છેલભાઇ નાડ તરફથી પૂ. આપાગીગાના દેવણે થાળ ધરાવવાની વિધિ રાખવામાં આવી હતી. પૂ. આપાગીગાનું ગાદી મંદિર જીર્ણોધ્ધારનું કામ શરૂ હોય સમગ્ર ગધઇ સમાજ તરફથી રૂા.51 હજારનું દાન આ સંસ્થાને આપવામાં આવ્યું હતું. બગસરા ખાતે પૂ. આપાગીગાના ગાદી મંદિરના સાનિધ્યમાં પૂ. આપાગીગાના દેવણે થાળ ધરાવવાની વિધિ રાખવામાં આવી હતી. આ પ્રસંગે જગ્યાના મહંત જેરામબાપુ તેમજ સત્તાધાર લઘુ મહંત વિજયબાપુની વિશેષ ઉપસ્થિતિ તેમજ ગધઇ સમાજના પ્રમુખ દાઉદભાઇ લલીયા તથા ધારાસભ્ય જે.વી.કાકડીયા, પૂર્વ ધારાસભ્ય હેમેન્દ્રભાઇ મહેતા, મોટાભાઇ સંવટ, નિતીનભાઇ ડોડીયા તેમજ બગસરા શહેરના અગ્રણીઓ તેમજ સમગ્ર ગધઇ સમાજની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.

અન્ય સમાચારો પણ છે...