તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Dhari
  • પ્રવેશોત્સવ | ભાવિ પેઢી અને બે પરિવારોને ઉજાગર કરવા કન્યા કેળવણીનું મહત્વ વધુ છે : નાયબ સચિવ

પ્રવેશોત્સવ | ભાવિ પેઢી અને બે પરિવારોને ઉજાગર કરવા કન્યા કેળવણીનું મહત્વ વધુ છે : નાયબ સચિવ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગૃહવિભાગના નાયબ સચિવ આશિષ વી. વાળાએ શાળા પ્રવેશોત્‍સવ કાર્યક્રમ અંતર્ગત ધારી તાલુકાના વીરપુર ખાતે ૫૮ કુમાર અને ૧૯ કન્‍યાઓ સહિત કુલ ૭૭ને ધો.૯માં પ્રવેશ કરાવ્યો હતો. તેમણે બાળકોને સાવજની ધરતી ગીરનું નામ ઉજ્જવળ કરવા અને વધુ સારી રીતે અભ્‍યાસ પૂર્ણ કરી ઉચ્‍ચ કારકિર્દી ઘડતર માટે પ્રેરક વાત કરી હતી. તેમણે સામાન્‍ય જ્ઞાનના પ્રશ્નો પૂછી, વિદ્યાર્થીઓ માટે અતિ ઉપયોગી થઇ રહે અને માર્ગદર્શન મળી રહે તે માટેનું પુસ્‍તક શાળાના શિક્ષકોને ભેટ કર્યુ હતુ.

ગૃહ વિભાગના નાયબ સચિવશ્રી આશિષ વી. વાળાએ કહ્યું કે, ભાવિ પેઢી-બે પરિવારોને ઉજાગર કરવા કન્‍યા કેળવણીનું મહત્‍વ વધુ છે. તેમણે શિક્ષણની મહત્તા સમજાવી રાજય સરકારની વિવિધ યોજનાઓની સમજૂતી આપી હતી. તેમણે મહિલાઓને નોકરીમાં મળતી અનામત વિશેની વિગતો પણ જણાવી હતી. તેમણે વિદ્યાર્થીઓને સુરક્ષા સેતુમાં જોડાવા અનુરોધ કર્યો હતો.

નાયબ સચિવશ્રી વાળાએ ધો.૯ની બાળાઓને સાયકલ વિતરણ કરેલ. તેમણે શાળામાં વૃક્ષારોપણ કરી પર્યાવરણ જાળવણીનો સંદેશ આપ્‍યો હતો. શાળાના બાળકોએ અભિનયગીત મનુષ્‍ય તું બડા મહાન હૈ તથા યોગનિદર્શન રજૂ કર્યા હતા. વિદ્યાર્થીઓએ અમૃતવચન વૃક્ષ અને પર્યાવરણ જાળવણી, બેટી બચાવો તેમજ જળ બચાવો રજૂ કર્યા હતા.

58 કુમાર અને 19 કન્યાઓને ધોરણ-9માં પ્રવેશ અપાયો તસ્વીર-અરૂણ વેગડા

ધારીનાં વિરપુરમાં 77 છાત્રોનો ધો.9માં પ્રવેશ

અન્ય સમાચારો પણ છે...