• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Dhari
  • વનકર્મીઓએ બોલેરો માથે ચડાવી દઇ બે યુવાનોની હત્યાની કોશિષ કરી હતી

વનકર્મીઓએ બોલેરો માથે ચડાવી દઇ બે યુવાનોની હત્યાની કોશિષ કરી હતી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વનવિભાગનાં ટ્રેકરની હત્યા બાદ હવે વળતી ફરિયાદ પણ નોંધવામાં આવી

ધારીતાલુકાના બોરડી ગામની સીમમા ગત ચોથી તારીખે ગેરકાયદે સિંહદર્શન કરવાની ના પાડવાના મુદ્દે વનવિભાગના ટ્રેકરની ઘાતકી હત્યા થયા બાદ ધારી પોલીસે હવે સામાપક્ષે બે યુવાન પર બોલેરો જીપ ચડાવી દઇ તેમની હત્યાની કોશિષ કરવા સબબ મૃતક વનકર્મી સહિત આઠ વનકર્મીઓ સામે ગુનો નોંધ્યો છે. ધારીના બોરડીની સીમમા ગત ચોથી તારીખની રાત્રે સાડા આઠેક વાગ્યાના સુમારે ઘટના બની હતી. જયાં ધર્મેન્દ્ર જયલુભાઇ વાળા નામના ટ્રેકરની મકરાણી શખ્સોના ટોળાએ ઘાતકી હથિયારોથી હુમલો કરી હત્યા કરી નાખી હતી. અંગે મકરાણી શખ્સો સામે જે તે વખતે ગુનો નોંધાયો હતો. જયારે સામાપક્ષે પણ બે યુવાનોને ઇજા પહોંચી હતી.

હવે બોરડીના સદામભાઇ ફતેમહમદ બ્લોચની ફરિયાદ પરથી ધારી પોલીસે વનકર્મી મહેશ પરમાર, ધર્મેન્દ્ર વાળા, નરેશ ગોલણભાઇ વાળા, યાસીન લલીયા, અશરફ તથા અન્ય બે અજાણ્યા કર્મચારીઓ સામે ફરિયાદ નોંધાવી છે જેમા તેણે જણાવ્યું છે કે તેઓ નદીમા પોતાની ભેંસ ગોતવા માટે ગયા હતા ત્યારે સિંહે ત્યાં મારણ કર્યુ હોય નદીમા જોવા જતા તમે અહી સિંહ જોવા આવો છો દંડ ભરવો પડશે તેમ કહી ગાળો દઇ લાકડી અને પાઇપના ઘા મારી ઇજા પહોંચાડી હતી. તે અને જમાલભાઇ બાઇક લઇને ભાગવા જતા હતા ત્યારે ધર્મેન્દ્ર વાળાએ મારી નાખવાના ઇરાદે તેની માથે બોલેરો ચડાવી દઇ ગંભીર ઇજા પહોંચાડી હતી.

અન્ય સમાચારો પણ છે...