ભાડેરની સીમમાથી બે શખ્સો 200 લીટર દારૂ સાથે ઝડપાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રિક્ષામાં હેરફેર કરતા હતા ત્યારે 1.02 લાખનાં મુદ્દામાલ કબજે

ધારીતાલુકામાં આવેલ ભાડેરની સીમમાંથી અમરેલી એલ.સી.બીએ રેઇડ દરમ્યાન દેશીદારૂ, આથો,ભારવાહક રીક્ષા મળીને કુલ રૂ.1.28 હજારનો મુદામાલ કબ્જે કર્યો હતો. અને કામના બે આરોપી મહિપત દાદાભાઇ વાળા અને દિપુ ઓઢાભાઇ સાભાડ બન્ને નાસી ગયા હતા.

પોલિસ પાસેથી મળતી માહિતી મુજબ ગત તા.08 ના રોજ અમરેલી એલ.સી.બીએ રેઇડ દરમ્યાન ધારી તાલુકામાં આવેલ ભાડેરની સીમમાં ગેરકાયદેસર પાસ પરમીટ વગર દેશીદારૂ લી.200 રૂ.6200 તથા આથો લીટર 4900 રૂ.21600 તથા ભારવાહક રીક્ષા રૂ.75000 કુલ મળીને 1 લાખ 28 હજારનો મુદામાલ ધારી તાલુકાના ભરડમાં રહેતા મહિપત દાદાભાઇ વાળા અને દિપુ ઓઢાભાઇ સાભાર નામના બે શખ્સોનો મુદામાલ હોય તેવુ જાણવા મળેલ હતુ. અને રેઇડ બન્ને શખ્સો પોલિસને ચકમો આપીને નાસી ગયા હતા.

અમરેલી એલ.સી.બી ટીમના એ.એસ.આઇ એ.ઓ.સમાએ તમામ મુદામાલને કબ્જે લીધો હતો જો કે દરોડા દરમિયાન મહિપત વાળા અને દિપુ સાભાડા નામના બન્ને ફરાર થઇ ગયા હતા

અન્ય સમાચારો પણ છે...