તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Dhari
  • ગિરગઢડામાં સારા વરસાદને પગલે સારા પાકની આશા ઠગારી નિવડી

ગિરગઢડામાં સારા વરસાદને પગલે સારા પાકની આશા ઠગારી નિવડી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હજારો એકર જમીનમાં મગફળી અને ડુંગળીનાં વાવેતર કરાયા હતા

ઉના ગીરગઢડા પંથકનાં ખેડૂતએ વાવેતર કરેલા પાકનો મુંડાઓએ નાશ કરી દીધો

ઉનાઅને ગીરગઢડા તાલુકામાં સારો વરસાદ પડતા છેલ્લા બે-બે વર્ષથી ખેડૂતને પડતી મારનાં કારણે વર્ષે સારો કૃષિપાકનું વધારે ઉત્પાદન થશે. તેવી આશા વચ્ચે પંથકનાં જગતનાં તાતએ વાવેતરમાં ફેરફાર કરી માંડવી તેમજ ડુંગળીનાં મોટા ભાગની હજારો એકર જમીનમાં વાવેતર કરેલ અને મોટી સંખ્યામાં ખેડૂતોને સારા પ્રમાણમાં ખેત પાકમાંથી આવક રળી બે વર્ષથી સતત પડતા મારથી બચવા અને ઉંછી-ઉધારા કરી ખરીદેલા બીયારણ અને મોંઘા ભાવની દવા અને બેંકનાં લેણા રકમ ચુક્તે કરી પોતે કર્જમુક્ત બની જશે તેવી આશા વ્યક્ત કરી બેઠા હતા.

વર્ષે સમયસર સારો વરસાદ થતાં સમગ્ર ઉના તેમજ ગીરગઢડા આજુ-બાજુનાં તાલુકાનાં તાલુકાનાં ખેડૂતએ ઋતુ આધારીત વાવેતરમાં ફેરફાર કરી માંડવી અને ડુંગળી જેવા પાકોનું વાવેતર કરતા અને તેને કુદરતી વરસાદનાં પાણી પણ સમયસર મળી જતાં જગતનાં તાત એવા ખેડૂતો તેની જમીનમાં ઉભા રહી ખુશહાલ જોવા મળતા હતા. પરંતુ તેને શું ખબર કે ઉભેલા કૃષિપાકમાં જમિનનાં અંદર મુંડા નામની જીવાત પગ પેસારો કરી દીધો છે અને જમીનનાં મુળમાંથી ઉપરથી રૂપાળો દેખાતો પાક અંદરનાં મુળથી નાસ થઇ રહ્યો છે.

મુંડા નામની જીવાતએ માંડવી અને ડુંગળીનાં પાકને પોતાનાં કબજામાં લીધા બાદ હજારો એકર જમીનનાં પાકને જાણે કોઇ જનાવર ચળી જતું હોય તે રીતે મુંડા વીજાતએ મળી જતાં ખેતરો સાફ થતા અને પાક તદ્દન નિષ્ફળ જવા લાગતા ખેડૂતની નજરે મુંડા જીવાત જોવા મળતા તે પણ ચોકી ઉઠેલ હતા અને પોતાનાં ખેતરોમાં ઉભેલા જીવીત પાકને બચાવવા મુશ્કેલીમાં મુકાયા છે. શક્તિ પાકોમાં જોવા મળતાં કૃષિ પાકો કેમ બચાવવા તેના નિષ્ણાંતો પાસેે દોડી જતાં હોય છે અને બચેલા પાકોને મુંડા જીવાતથી સુરક્ષીત કરવા મોંઘા ભાવની જંતુનાશક દવાનો છંટકાવ કરવા છતાં જીવાતનો નાસ થતાં હોવાનાં કારણે ખેડૂતોનાં હાથે આવેલ કોળીયો છીંનવાઇ જતાં જગતનો તાત એવો ખેડૂત મુંડા નામની જીવાતનાં આતંક સામે લાચાર બની ગયો છે.

અન્ય સમાચારો પણ છે...