તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકોટ-અમદાવાદ પંથકના 37 શખ્સો પીધેલી હાલતમાં ઝડપાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખાંભા, ધારી, લાઠી પંથકમાં પોલીસ નશાખોરો પર ત્રાટકી

અમરેલીજીલ્લામાં પાછલા કેટલાક દિવસોથી પોલીસે દારૂના ધંધાર્થીઓ અને નશાખોરો સામે ઘોંસ બોલાવી છે. ગઇકાલે પણ જુદા જુદા વિસ્તારમાંથી 37 શખ્સોને નશો કરેલી હાલતમાં ઝડપી લેવાયા હતાં. તો અલગ અલગ દસ સ્થળેથી દારૂનો જથ્થો પણ ઝડપી લેવાયો હતો.

જીલ્લા પોલીસ વડાની સુચનાને પગલે જીલ્લાભરમાં હાલમાં પોલીસ દ્વારા દારૂના ધંધાર્થીઓ પર લાલ આંખ કરવામાં આવી રહી છે. જેને પગલે નશાખોરો અને દારૂના ધંધાર્થીઓ પર કાર્યવાહી થઇ રહી છે. ખાંભા પોલીસે ખડાધાર ચેકપોસ્ટ પરથી જશદણના જગદિશ છગન સરીયા, તુરખાના પ્રકાશ મનસુખ માથાસુળીયા અને અશ્વિન ડાયા માથાસુળીયા સહિતના શખ્સોને જ્યારે ધારી પોલીસે દુધાળા-તુલશીશ્યામ રોડ પરથી રાજકોટના રાજુ ચકુ જસાણી, રમણીક ભીમજી મેંદપરા, ધ્રુવ હસુ વાડદોરીયા, હાર્દિક બાબુ સાંગાણી, અમદાવાદના બાબુ મોહન વાળા, પ્રહલાદ ભૈલા ઓઝા, રાજકોટના વિજય પાલા ડાંગર સહિતના શખ્સોને નશો કરેલી હાલતમાં ઝડપી લીધા હતાં.

બીજી તરફ દેશી દારૂના ધંધાર્થીઓ પર લાઠી, ખાંભા, અમરેલી સહિતના જુદા જુદા શહેરોમાં ત્રાટકી પોલીસે દશ શખ્સો સામે કેસ કર્યા હતાં. શખ્સો પાસેથી દેશી દારૂનો નાનો-મોટો જથ્થો ઝડપાયો હતો. જો કે પોલીસને આશ્ચર્યજનક રીતે જીલ્લામાંથી ક્યાય ઇંગ્લીશ દારૂનો જથ્થો મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...