તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રણકાંઠામાં નર્મદા કેનાલને ગાબડાનું ગ્રહણ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક

છેલ્લાત્રણ વર્ષમાં રણકાંઠામાંથી પસાર થતી નર્મદા કેનાલોમાં પડેલા 12થી વધુ ગાબડાએ જગતનાં તાતને રાતા પાણીએ રોવડાવ્યા છે. આશિર્વાદ સમી ગણાતી નર્મદા કેનાલ રણકાંઠાનાં જગતનાં તાત માટે આફતનો પહાડ લાવી છે. આથી જિલ્લાના ખેડૂતોનો આક્રોશ ભભૂકી ઊઠ્યો છે.

રણકાંઠાનાં વિસ્તારમાંથી ઝીંઝુવાડા શાખા કેનાલ, ખારાઘોડા શાખા કેનાલ અને માળીયા શાખા કેનાલ પસાર થાય છે. જેમાં ખારાઘોડા શાખા કેનાલ વઘાડા, માલણપુર, નવરંગપુરા, હરિપુરા અને જરવલા સહિતનાં ગામોને સ્પર્શે છે. જ્યારે 58 કિમી લાંબી ઝીંઝુવાડા શાખા કેનાલ વણોદ, પાનવા, એરવાડા, વડગામ, એછવાડા, વિસાવડી અને નગવાડા સહિતનાં ગામોમાંથી પસાર થાય છે.

જ્યારે લખતરનાં ઢાંકી પમ્પીંગ સ્ટેશનથી આવતી માળીયા શાખા કેનાલ સેડલા, સિધ્ધસર, માલવણ, ખમીયાણા અને પીપળી સહીતનાં રણકાંઠાનાં ગામોમાંથી પસાર થઇ ધ્રાંગધ્રા, હળવદ, રાજકોટ અને માળીયા સુધીનાં ગામ લોકોની તરસ છીપાવે છે. ત્યારે નર્મદા કેનાલનો સૌથી વધુ લાભ લેતા રણકાંઠા વિસ્તારમાંથી પસાર થતી કેનાલોમાં છેલ્લા 3 વર્ષમાં પડેલા 12 થી વધુ મસમોટા ગાબડાએ રણકાંઠા વિસ્તારનાં જગતનાં તાતને રાતા પાણીએ રોવડાવ્યા છે.

રણકાંઠાની કેનાલોમાં વારંવાર થતા ગાબડાએ તંત્રના નબળા કામની ધોર ઉદાસીનતા છતી કરી છે. જ્યારે તંત્ર દ્વારા કેનાલ બન્યા બાદ ત્રણ વર્ષની અંદર ગાબડુ પડે કે નુકશાન થાય તો જે તે કેનાલ બનાવનાર કોન્ટ્રાક્ટરની જવાબદારી થાય છે એવો લૂલો બચાવ કરવામાં આવે છે.

રણકાંઠામાંથી પસાર થતી વિવિધ કેનાલો નીચેથી પડતા પાણીને કારણે કેનાલની આજુબાજુના ખેતરોમાં ખેડૂતો કશુ પણ વાવી શકતા નથી. અને કેનાલોની સાથે છતા જમીને કેનાલ આજુબાજુમાં જમીન ધરાવતા ખેડૂતો આખુ વર્ષ લમણે હાથ દઇને બેસી રહે છે.

કેનાલ નીચે પડતા પાણીથી ખેડૂતો પરેશાન

રણકાંઠાની નર્મદા કેનાલ તેના નબળા બાંધકામને પગલે ક્યારેક લીકેજ કે તૂટી જતી હોય ખેડૂતો માટે આર્શિવાદના બદલે શ્રાપરૂપ બની રહી છે. } ફાઈલ તસવીર

રણકાંઠામાંથી પસાર થતી મોટાભાગની કેનાલ નબળા બાંધકામથી ખોખલી બની

રણકાંઠામાંથીપસાર થતી મોટાભાગની મુખ્ય શાખા કેનાલ પેટા શાખા કેનાલ અને વિશાખા કેનાલોનાં કામ અત્યંત નબળા થયા છે. આથી કેનાલોમાં પાણી આવે પહેલા કેનાલો ખોખલી બની છે. એમાંય પાટડી તાલુકાનાં કઠાડા અને મીઠાઘોડા અને દસાડામાંથી પસાર થતી કેનાલોનાં કામ ખુબજ નબળા થયા હોવાની ખેડૂતોમાં બૂમરાણ મચી છે.

જવાબદાર કોણ ? | કેનાલમાં પડતા ગાબડાથી સીમમાં પૂરની જેમ પાણી ફરી વળતા નુકસાન નોંતરે છે

અન્ય સમાચારો પણ છે...