ધ્રાંગધ્રા પાંજરાપોળમાં 200થી વધુ ગાયોના મોત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધ્રાંગધ્રાપાંજરાપોળમાં માત્ર બે દિવસમાં એક સાથે 200થી વધુ પશુઓના મોત થતા અરેરાટી ફેલાઇ ગઇ છે. ધ્રાંગધ્રા પંથકમાં વરસેલા સતત વરસાદમાં પલળવાથી પશુઓના મોત થયાનું માનવામાં આવી રહ્યુ છે. ત્યારે બનાવની ગંભીરતાને ધ્યાને લઇને બાકીના માંદા પશુને સારવાર આપવા માટે તબીબોની ટીમ બોલાવાઇ છે.

ધ્રાંગધ્રામાં આવેલી પાંજરાપોળમાં ગાય, વાછરડા, પાડા સહિતના પશુઓને રાખવામાં આવી રહ્યા છે. પરંતુ છેલ્લા બે દિવસમાં પાંજરાપોળમાં 200થી વધુ પશુઓના મોત થવાની ચોંકાવનારી ઘટના બહાર આવતા ખળભળાટ મચી ગયો છે. બનાવની ગંભીરતાને ધ્યાને લઇને પાંજરાપોળના વહીવટકર્તાઓ, નાયબ કલેકટર જે.એમ.ભટ્ટ, મામલતદાર જી.ડી.બરોલીયા સહિત જીવદયા પ્રેમીઓની ટીમ ઘટનાસ્થળે ધસી ગઇ હતી. પાંજરાપોળમાં એક સાથે આટલી મોટી સંખ્યામાં પશુઓના મોત થવા પાછળ જીવદયા પ્રેમીઓમાં અનેક અટકળો વહેતી થઇ છે. અહીંયા પશુઓને પૂરતા પ્રમાણમાં ખોરાક તથા પાણી પણ મળતુ નથી. અને ચોમાસામાં પશુઓને વરસાદના પાણીમાં પલળવુ પડે છે. અને આથી તેમના મોત થયા હોવાનો ગણગણાટ શરૂ થયો છે.

અંગે પાંજરાપોળના ટ્રસ્ટી કાંતિભાઇ પટેલે જણાવ્યુ કે, સતત વરસેલા વરસાદના લીધે પશુઓના મોત થયા હશે. બાકીના પશુઓને સારવાર આપવામાં આવી રહી છે. જયારે મામલતદાર જી.ડી.બરોલીયાએ જણાવ્ય કે, કુલ 176 પશુના મોત થયા તે વાત સાચી છે. હજુ બાકીના પશુ બીમાર છે. તેમને સારવાર આપવા માટે તબીબોની ટીમ બોલાવવામાં આવી છે.

ધ્રાંગધ્રાની પાંજરાપોળમાં 200થી વધુ પશુઓનાં મોત થતા અરેરાટી ફેલાઇ હતી. }મનોહરસિંહ રાણા

પાંજરાપોળમાં ક્ષમતા કરતા વધુ પશુ

ધ્રાંગધ્રાનીપાંજરાપોળમાં વર્તમાન સમયે 3 હજાર જેટલા પશુઓને રાખવામાં આવી રહ્યા છે. આટલી મોટી સંખ્યામાં પશુ રાખી શકાય તેવી જગ્યા ત્યાં નથી. પૂરતા પ્રમાણમાં છત હોવાથી પશુને પલળવુ પડે છે. છત નીચે પણ પશુઓ ખૂબ દયનીય હાલતમાં ઉભા રહેતા હોવાનું જીવદયાપ્રેમીઓ જણાવી રહ્યા છે.

નબળાઇથીમોત થયા છે: પશુપાલન અધિકારી

બનાવનીગંભીરતા પામીને ઘટનાસ્થળે પશુપાલન અધિકારી પોતાની ટીમ સાથે દોડી પહોંચ્યા હતા. અને બીમાર પશુને સારવાર આપવાની કામગીરી આરંભી હતી. પશુ જે મરી ગયા છે તે ખૂબ નબળા હતા. આથી તેમની રોગ પ્રતિકારકશકિત ઘટી ગઇ હોવાથી તેમનું મોત થયુ છે.

તારાજી|વરસાદમાં ગાયોને પુરતા પ્રમાણમાં ખોરાક તેમજ પાણી અપાતા મોત થયાનો જીવદયા પ્રેમીઓનો આક્ષેપ

અન્ય સમાચારો પણ છે...