મોરબીમાં ટ્રક હડફેટે લેતા બાઈકચાલકનું મોત નીપજ્યું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોરબી | મોરબીના મહેન્દ્રનગર ચોકડી નજીક ગત રાત્રીના એક બાઈક ચાલક પસાર થતો હતો તે દરમિયાન ટ્રકચાલકે હડફેટ લેતા ગંભીર હાલતમાં પ્રથમ મોરબી બાદ રાજકોટ સારવાર માટે ખસેડાયો હતો. રાજકોટ સિવિલમાં સારવાર દરમિયાન યુવાનનું મોત થયું હતું. આ અંગે મળતી વિગત મુજબ મોરબીના નીલકંઠ સોસાયટીમાં રહેતા મિત પ્રકાશભાઈ કાલરીયા નામનો યુવાન ગત રાત્રીના મહેન્દ્રનગર ચોકડી પાસેથી પોતાનું બાઈક લઈ પસાર થતો હતો. તે દરમિયાન અજાણ્યા ટ્રક ચાલકે ઠોકર મારતા ઇજાગ્રસ્ત થતા પ્રથમ મોરબી બાદ રાજકોટ ખસેડાયો હતો. રાજકોટમાં યુવાનનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. બનાવ અંગે પોલીસે એડી નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...