તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધ્રાંગધ્રામાં ધોળા દિવસે એલઇડી લાઇટના અજવાળા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધ્રાંગધ્રાશહેરમાં લાઈટ બીલ ધટાડવાના હેતુથી ચાર હજાર જેટલી એલીડી લાઈટ જૂની ટ્યુબલાઇટની જગ્યાએ નાંખવામાં આવી હતી. ત્યાંરે એલઇડીલાઇટ નાંખ્યાને એક માસ જેટલો સમય બાદ પણ અનેક વિસ્તારમાં લાઈટો ધોળા દિવસે પણ ચાલુ રહેતી હોવાથી લાઈટ બીલ ધટવાના બદલે વધશે. આમ ધ્રાંગધ્રામાં તંત્રની બેદકારી જોવા મળી રહી છે.

કેન્દ્ર સરકાર દ્વારા વિજળી બચાવવા માટેનુ અભિયાન ચલાવાઇ રહયુ છે. ત્યારે નગરપાલીકામાં વિજળી બચાવવા માટેના હેતુથી જૂની ટયુબલાઈટની જગ્યાએ રાજય સરકારના સહયોગથી 4 હજાર જેટલી એલીડી લાઈટ નાંખવામાં આવેલ છે. નવી નાંખવામાં આવેલ લાઈટ ધ્રાંગધ્રાના બાંભાશેરી, ખજુરીપા, હળવદ રોડ, હરીપર રોડ, મફતીયા પરા, પુનીતનગર, નરશીપરા સહિતના અનેક વિસ્તારોમાં ધોળા દિવસે પણ એલીડી લાઈટ ચાલુ રેહતી હોવાથી લાઈટ બીલ ધટવાનો શુભ હેતું એળે જહી રહયો છે. અંગે નગરપાલીકાને લોકો દ્વારા અનેક ફરીયાદ કરવામા આવી હોવા છતા લાઇટો ચાલુ રહે છે.

અંગે ધ્રાંગધ્રા જી.પી.વ્યાસે જણાવ્યું કે પાલિકા દ્વારા નાંખેલી એલીડી લાઈટ 24 કલાક ચાલુ રહે છે. ત્યારે લાઈટ બીલ ધટાડવાને બદલે તંત્રની બેદકારીને લઈને વધશે. અંગે નગરપાલીકા લાઈટ વિભાગના ઈજનેર બી.એલ.પરમારે જણાવ્યું કે રીપેરીંગ કામકાજ ચાલુ છે. જેમાં 300 જેટલી લાઇટો રીપેરીંગ કરવામાં આવી છે. ત્યારે હજુ જે વિસ્તારમાં લાઇટો ચાલુ હશે તેને તાત્કાલીક રીપેરીંગ કરવામાં આવશે.

ધ્રાંગધ્રામાં ધોળા દિવસે એલીડી લાઈટ ચાલુ જોવા મળી રહી છે.

વીજળી બચાવવાની જગ્યાએ પાવરનો થાય છે વ્યય

અન્ય સમાચારો પણ છે...