ધ્રાંગધ્રાના માનસાગર તળાવમાં કચરો ઠલવાતા લોકોમાં રોષ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગંદકીને લઈને તળાવના બગીચામાં આવતા લોકો પરેશાન

ધ્રાંગધ્રાશહેરમાં આવેલ માનસાગર તળાવની પાળીએ સૂદર બગીચો છે. ત્યારે રોજ લોકો મોટી સંખ્યામાં અહીંયા હરવા ફરવા અને બાળકોને હીચકા ચકરડી અને અન્ય રાઈડોમાં રમવા માટે લાવે છે. પરંતુ તળાવન પટમાં લોકો કચરો ઠાલવતાં હોવાથી તળાવમાં અને આસપાસમાં ગદકી થતી હોવાથી લોકોમાં રોષની લાગણી છવાઈ ગઈ છે. તળાવમાં કચરાને લઇ ગંદકી થતા મચ્છરોન ઉપદ્વવ વધ્યો છે. જેમાં સાંજ પડ્યે મચ્છરો લોકોના ઘરોમાં ધુસી બીમારી ફેલાવતા હોવાથીઆસપાસ વિસ્તારમાં રેહતા લોકો પરેશાન થઈ ગયા છે. આથી તળાવના પટમા કચરો ઠાલવાનુ બંધ કરવુ જોઈએ તેવી આસપાસના રહીશ લોકો માંગ ઉઠી છે. અને નગરપાલીકા દ્વારા કચરો ઠાલવતા લોકો સામે કાર્યવાહી કરી કચરો ઠલવનું બંધ કરાવુ જોઈએ તેવી માગ ઉઠી છે. અંગે રાજેન્દ્રસિંહ જાડેજા જણાવ્યું કે તળાવ પરના બગીચામાં લોકો નિર્દોષઆનંદ માણવા આવે છે. પરંતુ શહેરનો કચરો તળાવ પાસે ઠાલવતો હોવાથી ગદકીને લઈને પરેશાની થાય છે. અંગે નગરપાલીકાના સેનીટેશન વિભાગના ચેરમેન ધનુભાઈ સીંધીએ જણાવ્યું કે અંગે તાત્કાલીક તપાસ કરી કચરો નાંખતા તત્વો સામે કડક કાર્યવાહી કરવામા આવશે જ્યારે તળાવની સફાઇ પણ કરવામાં આવશે.

ધ્રાંગધ્રાના માનસાગર તળાવ પાસે કચરો ઠલવાતા ગંદકી ફેલાય છે. તસવીર-મનોહરસિંહરાણા

અન્ય સમાચારો પણ છે...