હળવદમાં ભૂર્ગભ ગટરનુ ઢાંકણુ ખુલ્લુ રહેતા અકસ્માતનો ભય

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઘણા સમયથી ભૂર્ગભ ગટરની ઢાંકણુ તુટી જતા વાહનચાલકો અને રાહદારીઓને હાલાકી

હળવદશહેર અને હાઈવે રોડની સોસાયટીમાં પાણી પુરવઠા ગટર બોર્ડ દ્વારા ભૂર્ગભ ગટર બનાવેલ હતી. પરંતુ અમુક વિસ્તારમાં ભુગર્ભ ગટરના ઢાંકણા તુટી જવાની ફરિયાદ ઉઠવા પામી છે. ત્યારે હળવદથી નાલંદા સ્કુલની સામે અને રાખડી હનુમાનજી મંદિરની સામે હાઈવે રોડ પર ભૂર્ગભ ગટરનુ ઢાંકણુ તુટી જવાથી ખુલ્લુ રહેતા વાહનચાલકો અને રાહદારીઓને અકસ્માત થવાના ભય સતાવી રહ્યા છે.

હળવદ શહેરના વિવિધ વિસ્તારમાં અને હાઈવે રોડ પર બનેલી નવી સોસાયટીમાં ભૂર્ગભ ગટરની કામગીરી પૂર્ણ કરેલ હતી. પરંતુ અમુક વિસ્તારમાં ભૂર્ગભ ગટરની કુંડીઓના ઢાંકણા તુટી જવાની ફરિયાદ ઉઠવા પામી છે. ત્યારે હળવદના વોર્ડનં.5ના નાલંદા સ્કુલ પાલિકાના સંપ પાસે હળવદ ધ્રાંગધ્રા રોડથી પસાર થાય છે. ત્યાં ઘણા સમયથી ગટરની કુંડીનુ ઢાંકણુ તુટી જતા જેના કારણે રાહદારીઓ અને વાહનચાલકોને અકસ્માત થવાના ભય સતાવી રહ્યા છે. અંગે વાહનચાલક થોભણભાઈ, રાજુભાઈ જણાવ્યું કે ગટરની કુંડીનુ ઢાંકણુ તુટી જવાથી અહી રાત્રીના સમયે વાહનચાલકો અને રાહદારીઓને અકસ્માત થવાના ભય સતાવી રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા સત્વરે ગટરનુ ઢાંકણુ નવુ નાખવામાં આવે તેવી સ્થાનિક રહીશોની માંગ ઉઠવા પામી છે.

હળવદમાં ભૂર્ગભ ગટરનુ ઢાંકણુ ખુલ્લુ રહેતા લોકોને અકસ્માતનો ભય ફેલાયો છે.

અન્ય સમાચારો પણ છે...