ભાજપ કોગ્રેસ બન્નેએ પ્રજાનો વિશ્વાસ ગુમાવ્યો છે : શંકરસિંહ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધ્રાંગધ્રાખાતે જન વિકલ્પ પાર્ટીના ઉમેદવારના પ્રચાર અર્થે પૂર્વ મુખ્યમંત્રી આવેલ હતા. ત્યારે તેઓએ જણાવ્યું કે ગુજરાતમાં કાયદો વ્યવસ્થા પડી ભાગી છે. અને ખેડૂતોને ખેતપેદાશના યોગ્ય દામ નહીં મળતા ભાજપ અને કોંગ્રેસે પ્રજાનો વિશ્વાસ ગુમાવી દીધો છે.

ધ્રાંગધ્રા વિધાનસભાના જન વિકલ્પ પાર્ટીના ઉમેદવાર માટે ચૂંટણી પ્રચાર અર્થ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ધ્રાંગધ્રા આવ્યા હતા. ત્યારે તેઓએ જણાવ્યું કે ગુજરાત કાયદોની વ્યવસ્થા પડી ભાંગી છે. લોકોની સલામતી નથી રહી અને ખેડુતોને ખેતપેદાશોના યોગ્ય દામ નહી મળતા રોષે ભરાયા છે. આમ ભાજપ અને કોંગ્રેસે પ્રજાનો વિશ્વાસ ગુમાવી દીધો છે. ત્યારે હવે લોકો નવો વિકલ્પ પંસદ કરશે. પ્રસંગે જયેશકુમાર કૈલા, મયુરસિંહ ઝાલા સહિત મોટીસંખ્યામાં આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહયા હતા.

પ્રસંગે મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા

ધ્રાંગધ્રા ખાતે પૂર્વ મુખ્યમંત્રીએ તેજાબી પ્રહાર કર્યા

અન્ય સમાચારો પણ છે...