ધ્રાંગધ્રા શહેરના મોચીવાડમાં જુગાર રમતા 6 શખ્સો ઝડપાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધ્રાંગધ્રાશહેરના મોચીવાડ વિસ્તારમાં જુગાર રમાતો હોવાની બાતમી મળી હતી. આથી પોલીસે રેડ પાડી ગંજીપાનાનો જૂગાર રમતા શખ્સોને ઝડપી પાડ્યા હતા. જ્યારે રૂપિયા 41 હજાર રોકડા અને બે મોટરસાયકલ સહિત 96 હજારના મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

ધ્રાંગધ્રા શહેરમાં દારૂ, જુગાર જેવી બદ્દીઓ વકરી છે. ત્યારે નવા આવેલ પીએસઆઇ બી.વી.ઝાલા અને સ્ટાફ દ્વારા કાયદોને વ્યવસ્થાની પરિસ્થિતીમાં સુધારો કરવાના પ્રયાસો હાથ ધર્યા છે. ધ્રાંગધ્રાના મોચીવાડમાં આવેલ મકાનમાં જુગાર રમાતો હોવાની બાતમી મળી હતી. આથી સીટી પીએસઆઇ બી.વી.ઝાલા, ભૂપતભાઈ દેથરીયા, ભરતસિહ પઢિયાર, મહિપાલસિહ, ખુમાનસિંહ અને સ્ટાફ દ્વારા બાતમીના આધારે રેડ પાડી હતી. જેમાં ગંજીપાનાનો જુગાર રમતાં હાજીભાઈ નુરમહંમભાઈ, ગફુરભાઈ જુસબભાઈ, ધીરજભાઈ ચૂનીલાલભાઈ, વાસુદેવભાઈ મોહનભાઈ, ઈકબાલભાઈ સીદ્દીકભાઈ અને દિલીપભાઈ લાભશંકરભાઈ સહિતનાઓ પકડાયા હતા. બનાવમાં 41 હજાર રોકડા બે મોટર સાયકલ સહિત કુલ 96 હજારના મુદ્દામાલ જપ્ત કરાયો હતો. જ્યારે ધ્રાંગધ્રા સીટી પોલીસમાં હેડકોન્સ્ટેબલ ભુપતભાઈ દેથરીયાએ જુગારધારા અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

રૂપિયા 96 હજારનો મુદ્દામાલ પોલીસે કર્યો જપ્ત

અન્ય સમાચારો પણ છે...