કેનાલનું કામ પૂર્ણ કરી જલ્દી પાણી આપો નહીં તો અમારી ઉભી ‘મોલાત’ બળી જશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધ્રાંગધ્રાપંથકમાં ચોમાસામાં 30 ટકા જેટલો વરસાદ પડયો છે. અને નદી નાળા પણ ખાલી છે. ત્યારે પાણીની તંગીને લીધે ખેડૂતોનો ચોમાસુ પાક પણ ઉભો સૂકાઇ જવાની દહેશત પેદા થઇ છે. આથી પાકને બચાવવા માટે પેટા કેનાલનું જલદી કામ પૂર્ણ કરી કેનાલમાં પાણી આપવા ખેડૂતો દ્વારા માંગણી કરવામાં આવી છે.

ચોમાસામાં ધ્રાંગધ્રા પંથકમાં માત્ર 30 ટકા જેટલો વરસાદ થયો છે. ત્યારે મોટા ભાગના નદી નાળા ખાલી ખમ પડયા છે. ખેડૂતોનાં ચોમાસુ પાક કપાસ, બાજરી, મગફળી, જુવાર, તલ, મઠ, ગવાર, મગ અને શાકભાજીનાં પાક પણ ઉપર આવી ગયા છે. આથી પાણીની તાતી જરૂરીયાત છે. અંગે ખેડૂત ઘનશ્યામભાઈ દલવાડી, લક્ષ્મણભાઈ તડવીએ જણાવ્યું કે, ચોમાસામાં ઓછો વરસાદ પડતા બોરના પાણી ઉંડા ઉતરી ગયા છે. અને ડેમ, નદી, તળાવ અને ચેકડેમ ખાલી છે. ત્યારે ચોમાસુ પાક ઉપર આવી ગયો છે. આથી નર્મદાની પેટા કેનાલનું કામ ઝડપી પૂર્ણ કરી ખેડૂતોને સિંચાઇ માટે પાણી આપવામાં આવે તો ખેડૂતોના પાકને નુકસાન થતુ બચી જાય તેવી ખેડૂતોની માંગણી છે. અંગે નર્મદાનાં ઇન્સ્પેકટર વી.બી.રંગાળીયાભાઇએ જણાવ્યું કે, મોટા ભાગની પેટા કેનાલનું કામ પૂર્ણ થયુ છે. અને અમુક વિસ્તારમાં બાકી છે. કામ ચાલુ છે. અને ટૂંક સમયમાં પૂર્ણ થયા બાદ સિંચાઈનું પાણી આપવાનું કામ મંજૂરી બાદ અપાશે.

ધ્રાંગધ્રામાં પાકને બચાવવા માટે પેટા કેનાલનું જલદી કામ પૂર્ણ કરી કેનાલમાં પાણી આપવા ખેડૂતોમાં માંગ ઉઠી હતી.

માગ|ધ્રાંગધ્રામાં માત્ર 30 ટકા જેટલો વરસાદ, પાક મેઘ પર નિર્ભર

અન્ય સમાચારો પણ છે...