તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધ્રાંગધ્રા મધમાખીનું ઝુંડ ઉડતા ધુંણતાે ભુવો ઉભો થઇને ભાગ્યો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ધ્રાંગધ્રામાંએક ધાર્મીક જગ્યાએ દાણા જોવા માટે ભુવા અને અન્ય લોકો એકઠા થયા હતા ત્યારે ધૂપ કરવા માટે છાણા લાકડા સળગાવતા ધૂમાડો થયો હતો. આથી છત ઉપર બેઠેલુ મધમાખીનું ઝૂંડ ઉડતા દોડધામ મચી હતી. અને ત્યાં બેઠેલા અને ધુંણતા ભુવાને ડંખ મારતા ભુવાએ ઘુંણતા ઘુંણતા ઉભી પુંછડીએ દોટ લગાવી પડી હતી.

21મી સદીમાં પણ સમાજમાં અંધશ્રધ્ધા વ્યાપી હોવાને લીધે લોકોને ભુવા યેન કેન પ્રકારે લુંટી લઇને બુધ્ધુ બનાવે છે. ત્યારે ધ્રાંગધ્રા ધ્રાંગધ્રામાં એક ધાર્મીક જગ્યાએ એક ભુવો અને અન્ય લોકો કોઇ અનુષ્ઠાન કાર્ય માટે અને દાણા જોવાના કાર્ય માટે એકઠા થયા હતા. ત્યારે ભુવાદ્વારા દાણા જોવડાવવા માટે આવેલ લોકો પાસે ઘી, ધૂપ, અને છાણા, લાકડા માંગાવીને માંગાવી એકઠા કરીને ધૂપ પ્રગટાવીને ભૂવાએ ધુંણવાનું શરૂ કર્યું હતું જેમાં ડાકલા પડકારા અને દાણા જોવા લાગ્યો હતો.

સમયે ધૂપના ધુમાડાથી છંછેડાયેલ ઉપર બેઠેલુ મધમાખીનું મધ ઉડ્યું હતું આથી બેઠેલા તમામ લોકોને અને ધૂંણતા ભૂવાને ડંખ મારવાનું શરૂકરી દેતા નાશભાગ મચી ગઇ હતી. ત્યારે ડાકલા અને પડકારા કરતા ભુવાને બે ત્રણ મધમાખી ડંખ મારતા ભુવાએ ધુંણતા ધુંણતા અચાનક ભાનમાં આવી મધમાખીથી બચવા માટે ઉભી પૂંછડીએ દોટ લગાવી હતી. ત્યારે બનાવને લઇને શહેરમાં રમૂજ સાથે ચર્ચા જાગી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો