તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધ્રાંગધ્રાની નગરપાલિકા કચેરીમાં દારૂની મહેફિલ જામવાના પૂરાવા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધ્રાંગધ્રાનગરપાલિકા કચેરી ધણીધોરી વગરની થઇ ગઇ છે. ત્યારે નગરપાલિકા કચેરીમાં જાણે દારૂની મહેફિલ જામતી હોય તેમ જણાય છે. તેમ નગરપાલિકા કચેરીમાં આવેલ શૌચાલયમાં દેશી દારૂની પોટલીઓ પીને ફેંકી દીધેલી જોવા મળે છે. આમ પાલિકાના શૌચાલયમાં દારૂની પોટલી જોઇને નવાઇ પમાડે છે.

ગુજરાત સરકાર દ્વારા દારૂબંધી માટે કડક કાર્યવાહી શરૂ કરી છે.ત્યારે ધ્રાંગધ્રા નગરપાલિકા કચેરીમાં જાણે દારૂની મહેફિલ ચાલતી હોવાનું અને દારૂ પીને દારૂની ખાલી પોટલીઓ નગરપાલિકાની કચેરીના શૌચાલયમાં નાંખીને દારૂપીનારા જાણે નગરપાલિકાને દારૂપીવા માટેની સુરક્ષીત જગ્યા માનતા હોય તેવુ લાગી રહ્યુ છે. ત્યારે દારૂપીવા પાછળનગરપાલિકાના કોઇ કર્મચારીનો કે પદાધિકારીનો કે પછી કામકાજ અર્થે આવતા લોકોની સંડોવણી છે. તે તો રંગેહાથ ઝડપાય પછી બહાર આવી શકે તેમ છે. ત્યારે ધ્રાંગધ્રા નગરપાલિકા કચેરીમાં દિવ્યભાસ્કરના પ્રતિનિધિએ જાત મુલાકાત લઇને નગરપાલિકા કચેરીમાં આવેલ શૌચાલય તપાસ કરતા શૌચાલયમાં દેશીદારૂની પીધા બાદ ફેંકી દીધેલી ખાલી કોથળીઓ જોવા મળી હતી. અંગે ધ્રાંગધ્રા નગરપાલિકા ના ચીફ ઓફિસર ચારૂબેન મોરીને રૂબરૂમાં મળીને તેના ફોટોગ્રાફ્સ બતાવવામાં આવતા ચીફ ઓફિસર ચોંકી ઉઠ્યા હતા. અને જણાવ્યુ હતુ કે અંગે તાત્કાલીક પગલા લેવાશે અને અંગે કર્મચારીઓને પણ ધ્યાન રાખવાની કડક સુચના આપશે.

પાલિકાના શૌચાલયમાંથી દેશી દારૂની થેલીઓ મળી આવી

અન્ય સમાચારો પણ છે...