ધ્રાંગધ્રાमांમાંं BSNLના ફોન વારંવાર બંધ રહેતા પરેશાની

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધ્રાંગધ્રા શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં બીએસએનએલના મોબાઇલ ફોન અને લેન્ડ લાઈન ફોન વારંવાર બંધ થઇ જતા હોવાથી લોકો પરેશાન થઈ ગયા છે. ત્યારે તંત્ર દ્વારા તાત્કાલીક રીપેરીંગ કામકાજ કરી લોકોની મુશ્કેલી દૂર કરવા માંગ ઉઠી છે.

દેશની ફોન માટે સૌથી મોટુ નેટવર્ક ધરાવતી બીએસએનએલ કંપનીના મોબાઇલ ઈન્ટરનેટ અને લેન્ડ લાઈન ફોનની સુવિધા છે. ત્યારે ધ્રાંગધ્રામા લેન્ડલાઈન અને મોબાઈલના અનેક ગ્રાહકો છે. ત્યારે સરકારી કચેરીઓમાં બીએસએનએલના લેન્ડલાઈનના ફોન છે. ધ્રાંગધ્રામાં થોડા સમયથી મોબાઇલ લેન્ડલાઈન અને ઈન્ટરનેટ સુવિધા વારંવાર બંધ થઇ જતી હોવાથી ગ્રાહકો પરેશાન થઇ ગયા છે. ત્યારે બીએસએનએલ દ્વારા તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરી લોકોને પડતી મુશ્કેલી દૂર કરવા માંગણી ઉઠી છે. આ અંગે દીપકભાઈ શાહે જણાવ્યું કે થોડા સમય બીએસએનએલની સુવિધાઓ વારંવાર બંધ થવાની અને ફોન લાગતા નથી. સરકારી કચેરીઓમાં બીએસએનએલના ફોન હોવાથી ઈમરજન્સી સમયે ફોન બંધ આવતા હોવાથી લોકોને કામકાજ માટે રૂબરૂ જવુ પડે છે. તેથી રીપેરીંગ કામકાજ કરવામા આવે તેવી માંગણી ઉઠી છે. આ અંગે બીએસએનએલના ઈજનેર અનોપસિંહ જાડેજાએ જણાવ્યું ઉપરથી સેટેલાઇટના પ્રોબ્લેમને લઈને મુશ્કેલી થાય છે. જેની ટુંક સમય યોગ્ય કાર્યવાહી કરી લોકોની મુશ્કેલી દુર કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...