ધ્રાંગધ્રા પાલીકાના જનરલ બોર્ડમાં 34 ઠરાવો પાસ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
15 કરોડનાં ખર્ચે વિકાસકામોની મંજૂરીની મહોર

ધ્રાંગધ્રાનગરપાલીકાનું જનરલ બોર્ડમાં વિવિધ વિકાસના કામોને મંજૂરી આપવામાં આવી હતી. જેમાં રૂ. 15 કરોડનાં કામોના 34 ઠરાવો પાસ કરવામાં આવ્યા હતાં.

ધ્રાંગધ્રા નગરપાલીકાનુ જનરલ બોર્ડ નગરપાલીકાના પ્રમુખ કીરણબેન ભટ્ટના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યુ હતું. ત્યારે બોર્ડમાં વિવિધ વિકાસના કામો રજૂ કરવામાં આવ્યા હતાં. જેમાં એલઇડી લાઈટ નાખવાની અને મુખ્ય શહેરના શક્તિ ચોકથી ખાદીભંડાર સુધી વરસાદનું પાણી ભરાયું હોય તેને લઈને ડામર રોડની બદલે સીસી રોડ બનાવા માટેનુ કામ મંજૂર કરવામા આવ્યુ હતું. ઉપરાંત બોર્ડ દ્વારા શહેરના સાતમ આઠમના ચાર દિવસના મેળા માટે પોલીસ અને વહિવટી તંત્રની મંજૂરી મેળવાનુ નક્કી કરાયુ હતું. બોર્ડમાં કુલ પંદર કરોડના વિવિધ કામો માટેના ઠરાવો સર્વાનુ મતે મંજૂર કરવામા આવ્યા હતાં. જ્યારે દિલીપસિહ ઝાલા, ધીરુભા પઢીયાર, રફીકભાઈ ચૌહાણ અને વિપક્ષનેતા કુલદિપસિંહ ઝાલા, ગજેન્દ્રસિંહ જાડેજા, કૌશિક પટેલ ઈમ્તીયાઝભાઈ સહિતનાએ ભાગ લઈને સુચનો કર્યા હતા. શહેરમાં લાંબા સમયથી લાઈટો બંધ રહે છે તે અંગે સુધરાઇ સભ્યો દ્વારા ઉગ્ર ચર્ચા થતા મામલો ગરમાયો હતો.

અન્ય સમાચારો પણ છે...