ધ્રાંગધ્રા ફલકુ ડેમ ઓવરફલો : નદીમાં પૂર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધ્રાંગધ્રાપંથકમાં ગત રાત્રીએ વિરામ બાદ ફરી એકાએક વાતાવરણમાં પલટો આવ્યો છે. જેમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ધ્રાંગધ્રા શહેર અને ગ્રામ્યવિસ્તારમાં પડયો હતો. સતત વરસી રહેલા વરસાદના કારણે પાક કપાસ, જુવાર, મગફળી, ગવાર, તલ અને શાકભાજીના પાકને નુકસાન થતા ખેડૂતોના જીવ પડીકે બંધાયા છે.

ત્યારે વરસાદને લઈને અમુક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતાં. આમ સતત વરસાદને લઈને ગંદકી અને કાદવ કીચડ મોટાપ્રમાણમાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં જોવાં મળી રહ્યો છે. ભારે વરસાદને લઈને ફલકૂ ડેમ આવરફોલ થતા ફલકુનદી આસપાસના ગામોને એલર્ટ કરી નીચાણવાળા વિસ્તારને ખાલી કરવામા આવેલ જ્યારે રણકાઠાના ગામોને રણમા ઉપરવાસમાં વરસાદને કારણે પાણી આવવાની સંભાવના જોઇને ગામોને એલર્ટ કરાયા હતા.

ધ્રાંગધ્રા ફલકુડેમ ઓવરફલો થતાં નદીઓમાં પુર આવ્યા. મનોહરસિંહરાણા

અન્ય સમાચારો પણ છે...