ધૂમઠ ગામમાં ખેતરમાં ઢોર ચરાવાની ના પાડતા મારમાર્યો
ધ્રાંગધ્રાતાલુકાના ધૂમઠ ગામની સીમમાં આવેલ ખેતરના માલીક અવચરભાઈ શંકરભાઈ સારલાએ પોતાના ખેતરમાંથી હીરાભાઈ વાલાભાઈ ભરવાડને ઢોર બહાર કાઢવા જણાવ્યુ઼ હતુ઼ં. આથી હીરાભાઇએ ઉશ્કેરાઈ જઈ અવચરભાઈ શંકરભાઈ સારલા પર લાકડી વડે હુમલો કર્યો હતો. આથી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ધ્રાંગધ્રા તાલુકા પોલીસમાં ફરીયાદ નોધાવતા વધુ તપાસ તથા કાયદેસરની કાર્યવાહ રૂપાભાઈ એન. જોગરાણા કરી રહયાં છે.