તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધ્રાંગધ્રાના ગૌરવપથ રોડની તૂટેલી બેરીકેટથી અકસ્માત થવાનો ભય

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધ્રાંગધ્રાનાઅમદાવાદ હાઈવેથી શહેરમાં પસાર થઈને સ્વામીનારાયણ ગુરૂકુળ સુધીના ગૌરવપથ રોડ આવેલો છે. બન્ને રોડ વચ્ચે લગાવેલ બેરીકેટ બીસ્માર હાલતમાં છે. આથી ગમે ત્યારે ગંભીર અકસ્માતનો ભય સતાવી રહ્યો છે.

ધ્રાંગધ્રા શહેરમાં થઈને પાંચ કિલોમીટરનો ગૌરવપથ રોડ પસાર થાય છે. અમદાવાદ-હાઈવેથી શરૂ સ્વામીનારાયણ ગુરૂકુળ સુધીના ગૌરવપથ રોડ પર બે રોડ વચ્ચે લગાવેલ બેરીકેટ એનેક્શી તૂટે ગયેલી હાલતમા છે. આથી રસ્તામાં વાહન ચાલકો અને રાહતદારીઓને ગંભીર અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. આથી ગંભીર અકસ્માત બન્ને તે પહેલાં તંત્ર દ્વારા તાત્કાલીક કામગીરી કરવામાં આવે તેવી લોક માગ ઉઠી છે. અંગે સંજયભાઈ ધોડકીયાએ જણાવ્યું કે ગૌરવપથ રોડ પર બન્ને સાઈડની અનેક બેરીકેટ તૂટી ગઇ છે. બેરીકેટને રીપેરીંગ કરવી જોઈએ જેથી વાહનચાલકોની અને લોકોની મૂશ્કેલી દૂર થાય. અંગે માર્ગ અને મકાન વિભાગના ઈજનેર એમ. બી. કુલસેખે જણાવ્યું કે, તપાસ કરાવી તૂટેલી બેરીકેટ રીપેરીંગ કરવામાં આવશે. ઉપરાંત વાહનચાલકો અને રાહતદારીઓની મૂશ્કેલીઓ દૂર કરાશે.

તૂટેલી બેરીકેટથી ગંભીર અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. તસવીર-મનોહરસિંહરાણા

અન્ય સમાચારો પણ છે...