તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાંચ વર્ષે બીજો ગરીબ મેળો આવ્યો, પહેલાના લાભ બાકી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જિલ્લામાંઆગામી દિવસોમાં ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરાયુ છે. ત્યારે પાટડીના ગરીબ કલ્યાણ મેળામાં અપાતા પ્લોટોનાં હુકમો માત્ર કાગળ પર રહેતા હોવાના ઘાટ જોવા મળ્યો છે. જેમાં 2011નાં ગરીબ મેળામાં 182 લાભાર્થીઓને હુકમનાં આધારે પ્લોટનો કબજો અપાતા સનદ બનતી નથી. જેથી લાભાર્થીને એકપણ આવાસ યોજનાનો લાભ મળતો નથી. આથી ગરીબ મેળો મજાક મેળો બનતો હોવાની બૂમરાણો ઉઠી છે.

જિલ્લાના વઢવાણ, ધ્રાંગધ્રા અને પાટડી નગરપાલિકાનો સંયુક્ત ગરીબ મેળાનું આયોજન કરાયુ છે. જેમાં પાટડી તાલુકાના 790 લાભાર્થીને જુદા જુદા વિભાગમાંથી લાભ મળવાના છે. ત્યારે 14-11-2011ના રોજ યોજાયેલા ગરીબ મેળામાં આપેલા 182 લાભાર્થીઓના પ્લોટનાં હુકમોની પાંચ વર્ષ વિતવા છતા હુકમની બજવણી થઇ હોવાથી ચોંકાવનારી હકિકતો સામે આવી છે. પાટડી તાલુકા પંચાયતના વિરોધ પક્ષ કોંગ્રેસના નેતા સુફીયાખાન મલીકે છેક ઉચ્ચ લેવલે રજૂઆત પણ કરી છે. રજૂઆતમાં જણાવ્યુ છે કે ગરીબ કલ્યાણ મેળામાં અગાઉ આપેલા પ્લોટનાં હુકમો માત્ર કાગળ પર છે. હુકમના આધારે કબજો સોંપાતા સનદ બનતી નથી. અને લાભાર્થી લાભથી વંચિત રહે છે. જ્યારે સનદનો કબજો મળવાથી લાભાર્થીને એકપણ આવાસ યોજનાનો લાભ મળતો નથી.

ગરીબ મેળાની ફાઇલ તસવીર.

લાભાર્થીના પ્લોટ હજી કાગળ પર છે

2011માં 182 ધારકને જમીનના હુકમ

અન્ય સમાચારો પણ છે...