તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હળવદના ચાડધ્રા ગામમાં બે માથાનુંુ બાળક જન્મ્યું ! બંને અલગ કરાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હળવદતાલુકાના ચાડધ્રા ગામે પરણીતાને પેટમાં ડિલવરીનું દર્દ થતા 108ને ફોન કર્યો હતો. પરંતુ 108 પહોંચે તે પહેલા પરિણીતાને ડિલીવરી થતા બાળકનો જન્મ થયો હતો. પરંતુ બાળકને બે માથા હોવાથી 108ની મદદથી ધ્રાંગધ્રા બાળરોગના ડોકટરને ત્યાં લાવવામાં આવ્યુ હતું. જેમાં બાળકને બે માથા અલગ કરવા માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન માટે મોકલી આપ્યુ હતું.

હળવદ તાલુકાના ચાડધ્રા ગામે રહેતા 27 વર્ષના પરિણીતા હીરાબેન જયંતિભાઈ રાણાવડીયાને બે સંતાન છે. જ્યારે ત્રીજા સંતાન માટે તેઓએ ડિલવરી પર હતાં. ત્યારે બુધવારે રાત્રે એકાએક પેટમાં ડિલવરીનું દર્દ થતા હળવદ 108ને ફોન કર્યો હતો. જેમાં પાયલોટ રસુલભાઈ, હરેશભાઇ ચાડધ્રા ગામે દોડી ગયા હતાં. કુદરતી રીતે 108 પહોંચે તે પહેલા હિરાબેનને ડિલવરી થતા બાળકનો જન્મ થયો હતો. પરંતુ બાળક બે માથાવાળુ હોવાથી 108ની ટીમે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યુ હતું. ત્યારે ફરજ પરના ડોકટરે પ્રાથમિક સારવાર આપી બાળકને ધ્રાંગધાના બાળરોગના ડોકટરને મોકલી આપ્યુ હતું.

અંગે હળવદ સરકારી હોસ્પિટલનાં ડોકટર અશ્વિનભાઈ આદ્રોજાએ જણાવ્યું કે, આવા કેસો 1 હજારથી લાખમાં બનતા હશે. આને મેન્સોમાયલોશિલ નામના લક્ષણો કહેવાય છે.

આશ્ચર્ય|બાળકને સારવાર અર્થે અમદાવાદ ખસેડાયું

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

    વધુ વાંચો