તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભોગાવોના પૂલ પર તંત્રે કર્યું થાગડ થીંગડ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભોગાવાનદી પર આશરે રૂ. 10 કરોડનાં ખર્ચે નવો પુલ બનાવાયો હતો. પરંતુ બે વર્ષમાં પુલ પર ઠેર ઠેર ગાબડા પડી ગયાના દિવ્ય ભાસ્કરમાં શુક્રવારે અહેવાલ પ્રસિધ્ધ થયો હતો. આથી શુક્રવારે સવારે ભ્રષ્ટાચારના ગાબડાઓ પર તાત્કાલીક ડામરના થીંગડા મારી શણગાર કરાયો હતો. ત્યારે થૂંકના સાંધા જેવા રિપેરીંગને બદલે કોક્રીંટ કામની માંગ ઉઠી છે.

ધંધૂકા-ધ્રાંગધ્રા સ્ટાટે હાઇવે વઢવાણ ભોગાવા નદી પરથી પસાર થાય છે. આથી ભોગાવા નદી કાંઠે ઐતિહાસિક પુલની બાજુમાં આશરે રૂ. 10 કરોડનાં ખર્ચે નવો પુલ બનાવવામાં આવ્યો છે. પુલ બન્યાને હજુ બે વર્ષ પણ નથી થયાને અસંખ્ય ગામડબાઓ પડી ગયા છે. અંગેનો વિસ્તૃત અહેવાલ દિવ્ય ભાસ્કરમાં શુક્રવારે પ્રસિધ્ધ થયો હતો. આથી માર્ગ અને મકાન વિભાગે શુક્રવારે સુવારે યુદ્ધના ધોરણે ભ્રષ્ટાચારના ગાબડા પૂરવાની કામગીરી હાથ ધરી હતી. જેમાં વઢવાણ પુલ પરનાં 10 જેલા ગાબડાઓમાં ડામર નાંખીને થીંગડા પૂરવામાં આવ્યા હતાં. આથી રસ્તા પરથી પસાર થતા વાહનચાલકો અને મુસાફરોએ જણાવ્યું કે, દિવ્ય ભાસ્કરે તંત્રને દોડતુ કરીને પ્રજાલક્ષી જવાબદારી નિભાવી છે. પરંતુ પુલ પર ડામનાર થીંગડા થૂંકના સાંધા જેવુ ગણાય. આથી સમગ્ર પુલ પર કોક્રીંટ કામ થાય તેવી પ્રજાની લાગણી અને માંગણી છે. અંગે માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર જી.પી.રાઠોડે જણાવ્યું કે, હાલ હંગામી ધોરણે ગાબડાઓ પૂરી દેવામાં આવ્યા છે. આગામી સમયમાં એસ્ટિમેન્ટ તૈયાર કરાશે. ઉપરાંત જરૂર જણાશે તો સમગ્ર પુલનું રિનોવેશન પણ કરાશે.

કામચલાઉ નહીં પણ કાયમી નિરાકરણ લાવવા માંગણી

વઢવાણમાં રૂ. 10 કરોડનાખર્ચે બનાવવામાં આવેલા પુલ પર બે વર્ષમાં ગાબડા પડતા ડામરનો શણગાર કરી રિપેરીંગ હાથ ધરાયુ હતું. તસવીર-અસવારજેઠુભા

ભોગાવો નદી ઉપર10 કરોડના ખર્ચે નવા બનેલા પૂલ પર બે વર્ષમાં ગાબડા પડી ગયા હતા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો