તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રૂ.1.50 લાખની થેલી બાઇક પર મૂકી શાક લેવા જતા ગુમ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ધ્રાંગધ્રાશહેરમાં ધોળા દિવસે ખેડૂતના બાઇકમાંથી રૂ. 1.50 લાખ તસ્કર છૂમંતર થઇ ગયા હતા. આથી શહેરમાં કાયદો અને વ્યવસ્થા અંગે રોષ ફેલાયો છે. ધ્રાંગધ્રા દેનાબેંકમાંથી પૈસા ઊપાડી બાઇક પર રૂ.1.50 લાખ ભરેલી થેલી ટીંગાડી હતી. ત્યારે કોઈ નજર ચૂકવી થેલી ઊપાડી જતા ચકચાર ફેલાઇ હતી.

ધ્રાંગધ્રાની મુખ્યબજારમાં આવેલ દેના બેંકમાંથી ધ્રાંગધ્રાના રાજચરાડી ગામે રહેતા ખેડૂત મનોજભાઈ પટેલ રૂપિયા 1.50 લાખની રકમ ઊપાડી હતી. રકમ થેલીમાં મૂકી બાઇક પર ટીંગાડીને પાસે આવેલી શાકમાર્કેટ પાસે શાકભાજી લેવા ગયા હતા. ત્યારે કોઈ અજાણ્યા શખ્સે મનોજભાઈ પટેલની નજર ચૂકવી પૈસા ભરેલી થેલી ઊપાડી લીધી હતી. આથી ખેડૂતના ધ્યાનમાં આવતા હાંફળાફાફળા બની શક્તિ ગેટ પોલીસ ચોકીએ દોડી ગયા હતા. અને પોલીસને પોતાના મોટરસાઈકલ પરથી રૂપિયા 1.50 લાખની રકમ ભરેલી થેલી ઊપાડી ગયાનુ જણાવતા તાત્કાલીક પીએસઆઈ એ. બી. ગોહીલ અને સ્ટાફ ધટના સ્થળે દોડી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો