તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધ્રાંગધ્રા પાલિકાની ટાઉન પ્લાનની બેઠક: નવા બાંધકામો મંજૂર થશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધ્રાંગધ્રાનગરપાલિકામાં લાંબા સમય બાદ કમીટીઓની રચના થઈ હતી. હવે એક વર્ષ બાદ 30 સપ્ટેમ્બરના રોજ ટાઊન પ્લાનીંગની બેઠક મળશે. ત્યારે 170થી વધુ પેન્ડીંગ પડેલ અરજીનો નિકાલ થશે. આથી એક વર્ષના લાંબા સમય બાદ શહેરમાં નવા બાંધકામોને મંજૂરી મળશે.

ધ્રાંગધ્રા નગરપાલીકામાં લાંબા સમય પછી કમિટીઓની રચના થઇ હતી. ત્યારે એક વર્ષથી વધુ સમયથી શહેરના ટાઊન પ્લાનીંગની મીટીંગ મળી નથી. આથી શહેરમાં નવા બાંધકામ એને લોનની મંજૂરી નહી મળતા શહેરીજનોએ પરેશાન થઈ ગયા હતા. આથી ટાઊન પ્લાનીંગની મીટીંગ ક્યારે મળવાની છે તે માટે શહેરના લોકો નગરપાલીકા કચેરીમાં પૂછપરછ માટે ધક્કા ખાઈને પરેશાન થઈ ગયા છે. આથી શહેરના લોકોની માંગણીને ધ્યાનમાં લઈ તા. 30 સપ્ટેમ્બરના રોજ ટાઊન પ્લાનીંગની મીટીંગનો એજન્ડા કાઢવામા આવ્યો છે. જેમાં એક વર્ષથી વધુ સમય બાદ ટાઊન પ્લાનીંગની મીટીંગ મળશે. જેમાં 170થી પેન્ડીંગ પડેલી અરજીઓનો નિકાલ આવશે.

ધ્રાંગધ્રા નગર પાલિકાના ટાઊન પ્લાનીંગ કમીટીના ચેરમેન રૂપલબેન ભઈલીભાઈ વ્યાસે જણાવ્યું કે ટાઉન પ્લાનીંગની શુક્રવારે થનારી બેઠકમાં નિયમ કામગીરી કરવામાં આવશે લોકોની પરેશાની દૂર કરવામાં આવશે.

એક વર્ષ બાદ શુક્રવારે મીટીંગ : પેન્ડીંગ અરજીનો થશે નિકાલ

અન્ય સમાચારો પણ છે...