ધ્રાંગધ્રામાં બે ઋતુને લઈને વાઇરલ ઇન્ફેકશનથી દવાખાના ઉભરાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધ્રાંગધ્રાશહેરમાં છેલ્લા પંદર દિવસથી શહેરમાં દિવસે ગરમી અને રાત્રે ઠંડી એમ બે ઋતુ જોવા મળી રહી છે. જેને લઈને વાઇરલ ઇન્ફેકશન સહિતનો રોગચાળો ફાટી નીકળ્યો છે. ત્યારે ઘરે ઘરે દર્દીઓ જોવા મળી રહ્યા છે.

ધ્રાંગધ્રા શહેરમાં છેલ્લા પંદર દિવસથી દિવસના ગરમી અને તડકો જોવા મળે છે. અને રાત્રે ઠંડી અને ઝાકળ પડ છે. તેને લઈને શરદી ઉધરશ અને તાવ શહીત વાઇરલ ઇન્ફેકશનના કેસો મોટા પ્રમાણમાં વધવા લાગ્યા છે. અને લોક ત્રાહીમામ પોકારી ગયા છે. ત્યારે ખાનગી તથા સરકારી દવાખાના દર્દીઓથી ઉભરાવા લાગ્યા છે. તે સિવાય શહેરમાં સફાઈની કોઈ વ્યવસ્થા નહી કરતા દિન પ્રતિદીન પરિસ્થિતિ બગડી રહી છે. ત્યારે શહેરમાં યોગ્ય સફાઈની વ્યવસ્થા કરવામાં આવે તેવી લોક માંગણી ઉઠી છે.

અંગે રાજેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું કે થોડા દિવસથી ઉછાળાને અને શિયાળ બન્નેનો અહેસાસ થતો હોવાથી શરદી ઉધરસના દર્દીઓ જોવા મળી રહ્યો છે. જેના કારણએ લોકો પરેશાન થઈ ગયા છે. અંગે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડો.અરૂણ પ્રસાદે જણાવ્યું બે ઋતુને લઈને વાઇરલ ઇન્ફેકશનના દર્દી જોવાં મળે છે. સામાન્ય એન્ટીબાયોટીક દવા આપવાથી દર્દીઓ સાજા થઈ જાય છે અને પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે

ધ્રાંગધ્રા સરકારી દવાખાનામાં દર્દીઓ જોવા મળી રહ્યા છે.

ઘરે ઘેર શરદી, ઉધરસ, તાવના દર્દીઓ જોવા મળે છે

અન્ય સમાચારો પણ છે...