પત્ની ભત્રીજાના અનૈતિક સંબંધ પકડાતાં પતિ અને સાસુની હત્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફિલ્મી સ્ટોરીને પણ ટક્કર મારે તેવી ઘટના હળવદ તાલુકાના માનસરમાં બની છે. કાકી-ભત્રીજાના કાળા કરતૂતનો ભાંડો ફૂટતા પ્રેમાંધ બનેલા પ્રેમીઓએ ધોકા વડે ઘા કરી પતિ અને સાસુનું કાસળ કાઢી નાંખ્યુ હતુ. તા. 5ના રોજ બનેલ બનાવ બાદ વતન જઇને બન્નેના અંતીમ સંસ્કાર પણ કરી નાંખ્યા હતા. જોકે, પાપ છાપરે ચડીને પોકારે તેમ સમગ્ર બનાવ સામે આવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

ધ્રાંગધ્રા તાલુકાના કોરપણી ગામનો પરિવાર છેલ્લા 6 વર્ષથી હળવદ તાલુકાના માનસર ગામે રહીને ખેતમજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. જેમાં વશરામભાઈ ઉર્ફે વશો સોમાભાઈ કોળી, પત્ની હિરાબેન વશરામભાઈ, માતા બાલુબેન સોમાભાઈ અને વશરામભાઈનો

અનુસંધાન પાના નં.3

માતા-પુત્રના હત્યાના બનાવના સ્થળે દોડી ગયેલી પોલીસ. ઇન્સેટમાં હત્યારી પત્ની. તસવીર-કિશોર પરમાર

મૃતક પતિ : વશરામભાઈ

મૃતક સાસુ : બાલુબેન

ખેતમજૂરી કરતા બંધાયો પ્રેમસંબંધ
માનસર ગામની વાડી વિસ્તારમાં કાકી હિરાબેન અને ભત્રીજો દિપો સાથે ખેત મજુરી કરતા હતા. ત્યારે બંન્ને વચ્ચે છેલ્લા એક વર્ષથી પ્રેમસંબંધ બંધાયો હતો. ચોરી-છુપીથી મળતા બન્ને પ્રેમીઓને તા. પના રોજ પતિ જોઇ જતા સમગ્ર બનાવનો ભાંડો ફૂટ્યો હતો.

કોપરણીમાં બન્નેએ ગળેફાંસો ખાધો હોવાનું કહ્યું
ડબલ મર્ડર કર્યા બાદ નાના એવા કોપરણી ગામે અંતીમ વિધી પતાવીને બન્ને કાકી-ભત્રીજી પરત માનસર આવી ગયા હતા. ત્યારબાદ ગામલોકોએ માતા-પુત્રના મોત અંગે સવાલો કર્યા હતા. ત્યારે કાકી-ભત્રીજાએ બન્નેએ ગળેફાંસો ખાધો હોવાનું જણાવી ઉઠા ભણાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...