• Gujarati News
  • શિયાળાની ઋતુની શરૂઆતમાં ધ્રાંગધ્રા પંથકમાં વહેલી સવારે એકાએક વાતાવરણમાં પલટો

શિયાળાની ઋતુની શરૂઆતમાં ધ્રાંગધ્રા પંથકમાં વહેલી સવારે એકાએક વાતાવરણમાં પલટો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શિયાળાની ઋતુની શરૂઆતમાં ધ્રાંગધ્રા પંથકમાં વહેલી સવારે એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો. આથી ગાઢ ધૂમ્મસ સાથે છૂટોછવાયો વરસાદ પડ્યો હતો. અને ગાઢ ધૂમ્મસને લીધે વાહનચાલકો અને લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. એકાએક વરસાદન છાંટા પડતા જીરૂનું વાવેતર કરનાર ખેડૂતોનાં જીવ પડીકે બંધાઇ ગયા હતાં. અને પાકને નુકસાન થવાનો ભય સતાવી રહ્યો હતો. જ્યારે ઘંઉ, કાલા કપાસ, ચણા અને વરીયાળીના વાવેતરને ફાયદો થતાં ખેડૂતોમાં કહી ખુશી કહી ગમ જોવા મળી હતી.

ઝાલાવાડમાં ધૂમ્મસ સાથે વાતાવરણમાં પલટો