• Gujarati News
  • કેમેરા કાર બગડતા ‘પીકુ’ ફિલ્મનું શૂટિંગ અટકી પડ્યું

કેમેરા કાર બગડતા ‘પીકુ’ ફિલ્મનું શૂટિંગ અટકી પડ્યું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમિતાભબચ્ચન, દિપીકા પાદુકોણ અને ઇરફાન ખાનને ચમકાવતી પીકૂ ફિલ્મનું શૂટિંગ માટે શુક્રવારે માલવણ ખાતે શૂંટિગ કાફલાનું આગમન થયુ હતું. જેમાં ગાડીમાં ફિલ્માવાયેલો ટેક કેન્સલ થયા બાદ ગાડી બગડતા શૂટિંગ રદ કરવાની નોબત આવી છે. ફિલ્મના કલાકારો અકળાયા હતાં. માલવણ ટોલટેક્સ પાસે શૂટિંગ માટે તાબડતોડ પુરનસિંહ કા પુરાના પંજાબી ઢાબા ઉભુ કરાયું હતું.

પીકુ ફિલ્મનાં શૂટિંગ માટે મહાનાયક અમિતાભ બચ્ચન, દિપીકા પાદુકોણ અને ઇરફાનખાન સહિતનાં કલાકરોનો કાફલો અદ્યતન કેમેરા સાથે માલવણ પહોંચ્યા હતા. જેમાં ટોલટેક્સ બાજુમાં પુરનસિહ કા પુરાના પંજાબી ઢાબા ઉભુ કરીને શૂટિંગ માટેનો કાફલો પહોંચ્યો હતો. કલાકારો ઇનોવા ગાડીમાં ગોઠવાઇ ગયા હતાં. માલવણથી ધ્રાંગધ્રા હાઇવે પર ગાડીએ શૂટિંગ માટે લેવાયેલો ટેક ગમે તે કારણોસર કેન્સલ થયુ હતું. ફરી શૂટિંગની શરૂઆત કરતાં અદ્યતન કેમેરા ગોઠવાયેલી ગાડી બગડતા અંદાજે દોઢથી બે કલાક સુધી ગાડી ચાલુ થતા બેટરી પણ બદલવા છતા ગાડી ચાલુ થતા શૂટિંગ રદ કરવામાં આવ્યું હતું. ત્રણ-ચાર દિવસ સુધી વાત ચાલવાની વાત જાણવા મળી છે.

દિપીકા પાદુકોણ ગાડીમાં બેસી રહી

પાટડીખાતેવધારે ગરમી હોવાને કારણે શૂટિંગ માટે આવેલી દિપીકા પાદુકોણ મોટા ભાગનો સમય ગાડીમાં બેસી રહી હતી. આથી તેને જોવા માટે આવેલા ચાહકોમાં નીરાશા ફેલાઇ હતી. બીજીબાજુ અગાઉ મીડિયાએ તેના વિશેના લખેલા સમાચારથી પણ તે નારાજ હતી. આથી મીડિયાથી પણ મો ફેરવી લીધુ હોવાનું મનાય છે.

ફાઇટસીન માટે છરીઓ મંગાવાઇ

માલવણખાતેટોલટેકસ પાસે અમિતાભ બચ્ચન અને દીપીકા પાદુકોણને ચમકાવતી પીકુ ફિલ્મના શૂટીંગ માટે ઉભા કરાયેલા પુરનસિંહ કા પુરાના પંજાબી ઢાબામાં આજે યોજાનાર ફાઇટસીન માટે ફિલ્મના માંધાતાઓ દ્વારા સ્થાનિક લેવલેથી જુદી જુદી જાતની છરીઓ મંગાવવામાં આવી હતી.

પાટડીના માલવણ ખાતે ફિલ્મના શૂટિંગમાં કલાકારોને જોવાે લોકો ઉમટી પડ્યા હતા./મનીષ પારીક

અમિતાભનો લૂક જોવા ધાડા ઉમટ્યા

પીકુફિલ્મમાટે સદીના મહાનાયક અમિતાભ બચ્ચનનો ગોળ ટોપીમાં નવો લૂક જોવા માટે માલવણ હાઇવે પર આજુબાજુના ગામોમાંથી લોકોના ધાડે ધાડા ઉમટ્યા હતા. જયારે શૂટીંગમાં કોઇ અનિચ્છનીય બનાવ બને તેવા કારણોસર ચાંપતો પોલીસ બંદોબસ્તની સાથે ઠેરઠેર પ્રાઇવેટ બાઉન્સરો પણ ગોઠવી દેવામાં આવ્યા હતા.

આજે ફાઇટના શૂટિંગની શકયતા

હાઇવેપરટોલગેટ પાસેના શૂટિંગમાં ફાઇટશીનનો પણ સમાવેશ હોવાનું કહેવામાં આવે છે. શુક્રવાર