તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બકરી ઈદના તહેવાર ટાણે ધ્રાંગધ્રામાં 35 બકરાની ચોરી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ધ્રાંગધ્રાનીજૂની શાકમાર્કેટમાં રહેતા વિસ્તારના લોકોના 35 બકરાની ધોળા દિવસે ટેમ્પોમાં આવેલ શખ્સો ઊઠાવીને લઈ ગયા હતાં. ત્યારે ઈદનો તહેવારના સમયે બકરાની ચોરીનો બનાવ બનતા ચકચાર ફેલાઇ છે. બનાવ અંગે ધ્રાંગધ્રા પોલીસને પણ જાણ કરાઇ છે.

ધ્રાંગધ્રામાં જુની શાકમાર્કેેટની આસપાસ કસ્બાશેરી તયબવાડો, કોટફળી સહિતના વિસ્તારમાં મુસ્લીમ સમાજના લોકો રહે છે. વિસ્તારના લોકો બકરાને પાળે છે ત્યારે મુસ્લીમ સમાજના લોકો નો તહેવાર બકરી ઈદ મંગળવારના રોજ છે. જેમાં શાકમાર્કેટ પાસેથી ધોળા દિવસે ટેમ્પામાં આવેલા બકરા ચોરી કરતી ગેંગના શખ્સો સક્રિય થયા હતાં. શખ્સો વારા ફરતી વારા શાકમાર્કેટમાં ફરતા બકરાંને સાઈડમાં રાખેલ ટેમ્પા પાસે લઈ જઈ બકરાને ટેમ્પામાં નાંખી 35 બકરાં ઊઠાવી લઈ ગયા હતાં. દરમિયાન લોકોએ બકરા નહી જોતા કાંઈક અજુગતુ બન્યાનુ જણાતા દોડધામ મચી ગઈ હતી. અને બકરાની શોધખોળ શરું કરી ત્યારે ટેંપામા બકરાં ઊઠાવી લઈ જતા શખ્સોને જોયા હોવાનું નજરે જોનારા ઓએ જણાવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો