• Gujarati News
  • ભરાડાગામના આર્મીજવાનને સન્માન સાથે અગ્િનદાહ અપાયો

ભરાડાગામના આર્મીજવાનને સન્માન સાથે અગ્િનદાહ અપાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધ્રાંગધ્રા તાલુકાના ભરાડા ગામના વતની અને આર્મીમાં ફરજ બજાવતા યુવાનનું સિંકદરાબાદ ખાતે મોત નિપજયું હતું. આથી તેઓના પાર્થવી દેહને ભરાડા ખાતે આમીર્ના અધિકારીઓની ઉપસ્થિતિમાં સન્માન સાથે અગ્િનદાહ આપવામાં આવ્યો હતો.
ધ્રાંગધ્રાના ભરાડાનાં મૂળ વતની રમેશભાઈ પરમાર લાંબા સમયથી આર્મીમાં ફરજ બજાવી દેશના ખૂણેખૂણાની સરહદો પર ફરજ બચાવી પ્રસંનીય કાર્ય કરી પોતાના યુનીટમાં ભારે ચાહન પ્રાપ્ત કરી હતી. ત્યારે સિંકદરાબાદ ખાતે તેઓનું અચાનક ચાલુ ફરજ દરમિયાન મોત નિપજયું હતું. આ અંગેના સમાચાર ભરાડા ખાતે આવતા પરિવારજનોમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો. ત્યારે તેઓની લાશ લઇને આર્મીના જવાનો ભરાડા ખાતે આવી સન્માન સાથે તેઓનાં આર્મીના અધિકારીઓની ઉપસ્થિતિમાં શ્રઘ્ધાંજલી આપી પાર્થવી દેહને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો. આથી પોતાના ગામનું નામ રોશન કરનાર આર્મી જવાન રમેશભાઈ પરમારને શ્રઘ્ધાંજલી આપવા માટે મોટી સંખ્યામાં આસપાસના ગામોમાંથી લોકો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતાં. આમીર્ જવાનનું મોત થતાં ભરાડા ગામમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો.
ભરાડા ગામના આર્મીયુવાનનું મોત થતાં આર્મીના અધિકારીઓની ઉપસ્થિતિમાં શ્રઘ્ધાંજલી આપી સન્માન સાથે અગ્િનદાહ આપવામાં આવ્યો હતો. મનોહરસિંહ રાણા