તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોરબીમાં રાજીવ ગાંધી પંચાયતી રાજ પ્રશિક્ષણ શિબિર યોજાઈ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જિલ્લા કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠકમાં ઠરાવોને બહાલી

મોરબીજિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રામધન આશ્રમ મોરબી ખાતે રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠનની પ્રશિક્ષણ શિબિર યોજવામાં આવી હતી જેમાં ગુજરાતના રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠનના સંયોજક મકસુદભાઈ મિર્ઝા અને રજનીકાંતભાઈ કડ હાજરી આપીને પ્રશિક્ષણ આપ્યું હતું.

પંચાયતી રાજ સંગઠનની પ્રશિક્ષણ શિબિર ઉપરાંત મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠક પણ યોજવામાં આવી હતી જેમાં ગત ૧૫-૦૨-૧૭ ના રોજ મળેલી કારોબારી બેઠકના ઠરાવોને બહાલી આપવા, જિલ્લામાં બેરોજગારી નોંધણીમાં તા. ૧૫ થી ૨૫ માર્ચના કાર્યક્રમો, આરટીઓ દ્વારા ફીમાં થયેલા બેફામ વધારાને રદ કરવા, હળવદ તાલુકામાં રેતી ચોરી અટકાવવા, મોરબી માળિયા ધ્રાંગધ્રા નર્મદા બ્રાંચ કેનાલનું માસ પાણી ના આપી ઉનાળુ પાકથી ખેડૂતોને વંચિત રાખવાનો વિરોધ કરવા, મચ્છુ કેનાલને લીફ્ટ ઈરીગેશનમાં ફેરવવા સામે ફરિયાદોનું નિરાકરણ લાવવા તેમજ ઈવીએમ ના બદલે બેલેટ પેપરથી ચૂંટણી કરાવવા સહિતના ઠરાવોને સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો